- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 26-11 2025
વાર- ગુરુવાર
મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો.
વૃષભ - આડોશ પડોશમાં સંબંધ સુધરે, બાહ્ય આકર્ષણથી બચવુ, અકારણનો ભય રહ્યા કરે.
મિથુન - તમારી ધનની સ્થિતિમાં સુધારો આવે, ધાર્મિકતામાં વધારો થાય, વાણીથી કામ સરળ બને.
કર્ક - પતિ પત્નીના સંબંધ મજબૂત બને, આરોગ્યમાં સુધારો આવે, નોકરી વર્ગને ઉપરીવર્ગનું દબાણ રહે.
સિંહ - કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપી શકો, બચતમાં વધારો થાય, સગાઓ તરફથી આનંદ રહે.
કન્યા - સામાજિક કામમાં ભાગ લઈ શકો, માન સન્માનમાં વધારો થશે, નોકરી ધંધામાં લાભ પ્રદ દિવસ.
તુલા - ઘરમાં સહાનુકુળ વાતાવરણ રહે , તબિયત અંગે ચિંતા રહે, સહકાર્યકરોની સહાય લો.
વૃશ્ચિક - ભાઈ બહેનોથી સ્નેહ વધે, વિદેશને લગતા કામમાં લાભ થાય, તમારા પર કામનું ભારણ વધે.
ધન - ખાવા પીવામાં ધ્યાન રાખવુ, ગળાને લગતી સમસ્યા થાય, શરીરમાં આળસ પણ વધે.
મકર - ભાગીદારી પેઢીમાં મનદુઃખના પ્રસંગ બની શકે, નોકરીમાં સહાનુકુળ દિવસ, રોકાણ કરતા ખાસ ધ્યાન આપવુ.
કુંભ - ગેસ એસિડિટીને લગતી સમસ્યાઓમાં વધારો થાય, શત્રુઓ તમારા પર હાવી થઈ શકે, અકારણના વિવાદોથી દૂર રહો.
મીન - આર્થિક સમસ્યાઓ હળવી બને, સામાજિક પ્રસંગોમાં અરુચિ રહે, હાથ પગમાં દુખાવા જેવી સમસ્યા રહે.

