પ્રદિપસિંહ વાઘેલાના પ્રકરણમાં હર્ષ સંઘવી પાસેથી શું ગૃહ મંત્રાલય છીનવી લેવાશે?

ગુજરાતના રાજકારણમાં મોટા ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં છેલ્લાં કેટલાંક સમયથી શરૂ થયેલા આંતરિક ભડકામાં ભાજપમાં મોટું માથું ગણાતા એક નેતા સામે શિસ્તનો કોરડો વિંઝાઇ શકે તેવી શક્યતા છે.

ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પ્રકરણમાં ગુજરાતના  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસેથી ગૃહ ખાતાનો મહત્ત્વનો હવાલો છીનવી લેવામાં આવે તેવી રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે.

નવજીવન ન્યૂઝના એક અહેવાલમાં સૂત્રોના અહેવાલોથી કહેવામાં આવ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને નાની વયે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પદે પહોંચેલા હર્ષ સંઘવી પાસેથી ગૃહ ખાતાનો લઇ લેવામાં આવશે એ સિવાયના જે ખાતા છે તે યથાવત રાખવામાં આવશે. હષ સંઘવીના સ્થાન પર અમિત શાહના વિશ્વાસુ નેતાને સ્થાન મળી શકે છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને વધુ 5 વર્ષ સત્તા ભોગવવાની તક મળી હતી. પરંતુ એ પછી ગુજરાત ભાજપમાં આતંરિક યાદવા સ્થળી ઉભી થઇ છે. ગુજરાતમાં પત્રિકા કાંડમાં સી આર પાટીલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી અને તેની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે પગલાં પણ લીધા છે. એ પછી તે વખતના ભાજપના મહામંત્રી અને ગુજરાત ભાજપમાં મોટું માથું ગણાતા પ્રદિપસિંહ વાઘેલાનું અન્ય એક પત્રિકા કાંડમાં રાજીનામું લઇ લેવાયું હતું.

નવજીવન ન્યૂઝમાં સુત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હર્ષ સંઘવી સામે જો હાઇકમાન્ડ આકરા પગલાં લેશે તો તેના માટે પ્રદિપસિંહ વાઘેલા પ્રકરણ કારણભૂત હશે. કારણકે પ્રદિપસિંહ વાઘેલા અને હર્ષ સંઘવી વચ્ચે નજીકના સંબંધો છે. જે રીતે SOGએ પત્રિકા કાંડમાં ભાજપના કાર્યકરોને જે રીતે ઉઠાવી લીધા હતા તે વાતથી હાઇકમાન્ડ નારાજ થયું છે.

રિપોર્ટ મુજબ હર્ષ સંઘવી પાસેથી ગૃહ ખાતું છીનવી લેવાશે અને તેને બદલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના ગણાતા જગદીશ વિશ્વકર્માને ગૃહ ખાતાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ગુજરાતમાં  મુખ્યમંત્રી તરીકેની  ઇનિંગની શરૂઆત કરનાર ભૂપેન્દ્ર પટેલની સરકાર આગામી દિવસોમાં શું નિર્ણય લેશે તે ખબર પડશે. પરંતુ આ સમાચાર ગુજરાતના રાજકારણમાં આગ લગાવશે એ વાત નક્કી છે. હર્ષ સંઘવી સુરતના છે અને મજૂરા વિધાનસભા વિસ્તારમાંથી તેઓ સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને તેમને બીજી વખત ગૃહ રાજ્ય મંત્રી તરીકેનો  હવાલો સોંપવામાં આવ્યો છે.

એ વાત ચોક્કસ છે ભારતીય જનતા પાર્ટી યુવા નેતૃત્વને મહત્વ આપી રહ્યું છે અને એક નવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત સમક્ષ ઉભી થઈ રહી છે. એવા સંજોગોમાં ક્યાંક યુવા નેતૃત્વમાં ઘ઼ડતરનો અભાવ રહી ગયો એવા સમીકરણો સામે આવી રહ્યા હોય તેવું જણાય રહ્યું છે. યુવા નેતૃત્વને એમના ઘડતર દરમિયાન ક્યાંક જો ચૂક થઇ ગઈ હોય તો તે સુધારવાની તક આપવામાં આવશે નહીં એવો ગર્ભિત સંદેશો ભાજપના સંગઠન તરફથી આપવામાં આવી રહ્યો હોય, તે જણાય રહ્યું છે. શું ભાજપના તેના યુવાધનનો ભોગ લેવાનું ચાલુ રાખશે?

નવજીવન ન્યૂઝના અહેવાલ પછી Guj Tak  વેબસાઇટે પણ હર્ષ સંઘવી સંબંધિત ન્યૂઝ પ્રસિદ્ધ કર્યા છે.

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.