- Gujarat
- હિંદુ, બજાર, દુકાન, કિંમત, નફો, નુકસાન, દારૂ...ઇરાનથી આવેલા કેટલા શબ્દો છે ગુજરાતીમાં?
હિંદુ, બજાર, દુકાન, કિંમત, નફો, નુકસાન, દારૂ...ઇરાનથી આવેલા કેટલા શબ્દો છે ગુજરાતીમાં?
ગુજરાત અને ઇરાન વચ્ચેનો સંબંધ લગભગ 3000 વર્ષ જૂનો ગણવામાં આવે છે. ત્યારે આપણો દેશ સિંધુ નદીને કારણે સિંધુસ્તાન કહેવાતો. પરંતુ પર્શિયન એટલે કે ઇરાનના લોકો સિંધુનો -સ અક્ષર બોલી શકતા ન હતા એટલે તેમણે તેને હિંદુ કરી દીધો. આમ હિંદુ શબ્દ પણ ઇરાનના લોકોએ પ્રચલિત કર્યો છે તેમ ભાષાના વિદ્વાનો જણાવે છે. આપણી ગુજરાતી ભાષા એક સમૃદ્ધ અને સંસ્કૃતિસભર ભાષા છે, જેમાં અનેક ભાષાઓના શબ્દો સમયાંતરે જોડાતા ગયા છે. તેમાં ખાસ કરીને ઇરાનમાં વિકસેલી Persian language (ફારસી) ભાષાનો પ્રભાવ ખૂબ રહ્યો છે. મધ્યકાલીન સમયમાં ભારત પર થયેલા મુસ્લિમ શાસન વખતે ફારસી ભાષા રાજકીય અને વહીવટી ભાષા હતી, જેના કારણે ગુજરાતીમાં અનેક ફારસી શબ્દો પ્રવેશ્યા.
દિલ્લી સલ્તનત અને મુગલકાળ દરમિયાન વેપાર, કાનૂની પ્રક્રિયા, શાસન અને રોજિંદા જીવનમાં વપરાતા ઘણા શબ્દો ફારસીમાંથી ગુજરાતી ભાષામાં આવ્યા. ગુજરાત એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હોવાથી વિદેશી સંસ્કૃતિઓ અને ભાષાઓનો પ્રભાવ અહીં સહેલાઈથી સ્વીકારવામાં આવ્યો. આ શબ્દો હવે એટલા પ્રચલિત થઈ ગયા છે કે આપણને એ પરદેશી લાગે જ નથી. ઘણા ફારસી શબ્દો સીધા નહિ પરંતુ ઉર્દુ ભાષા મારફતે ગુજરાતી સુધી પહોંચ્યા છે. ઉર્દૂ ભાષામાં ફારસી અને અરબીનો મિશ્રણ છે, તેથી તે ગુજરાતી શબ્દભંડોળને વધુ સમૃદ્ધ બનાવે છે. ગુજરાતીમાં આવા અગણિત શબ્દો છે પરંતુ કેટલાક અહીં આપ્યા છે.

ગુજરાતી ભાષામાં ફારસી મૂળના શબ્દો જોઇએ-
1. શાસન, કાયદો અને વહીવટ
દરબાર, સરકાર, હુકમ, કાયદો, નવાબ, ફોજ, જેલ, જમાનત, અરજ, દફતર, હુકૂમત, મંત્રી,કચેરી, મોહર દરખાસ્ત
2. વેપાર, અર્થતંત્ર અને બજાર
બજાર, દુકાન, કિંમત, નફો, નુકસાન, હિસાબ, તોલ, રસીદ, ઉધાર, બાકી, જથ્થો, વેપાર, નાણાં, ખજાનો
3. ઘર, વસવાટ અને વસ્તુઓ
દરવાજો,બારી, ખુરશી, તખ્તો, દીવાન, ગાદી, ગાલીચો, ચાદર, તકીયો, અરીસો, લોટો
4. ખોરાક અને પીણાં
નાન,કબાબ, ખીર, શીર, શરબત,સોપારી, દારૂ, મીઠાઈ
5. ભાવનાઓ અને માનસિક સ્થિતિ
મહોબ્બત,ખુશી,ગમ,નારાજ, રાજી, ઉમ્મીદ, હિંમત, શંકા, અફસોસ, ઇજ્જત
6. સામાજિક અને સંબંધિત શબ્દો
મહેમાન, દોસ્ત, દુશ્મન, ભાઈ, બહેન,પરિવાર, સંબંધ
7. સામાન્ય વપરાશના શબ્દો
ખબર, દુનિયા,તારીખ, રંગ, આદત, જરૂર, રસ્તો, જલ્દી, હકીકત, કારણ
8. સંસ્કૃતિ, કલા અને સાહિત્ય
શાયરી, ગઝલ, દીવાન (કાવ્યસંગ્રહ અર્થમાં), કિસ્સો, દાસ્તાન, નઝમ
9. ધર્મ અને આધ્યાત્મિક શબ્દો
ખુદા, નમાજ, રોઝા, મસ્જિદ, દુઆ, ઇમાન, ફકીર
10. સૈન્ય અને યુદ્ધ
ફોજ, તલવાર, લશ્કર, સિપાહી, હુમલો, હથિયાર

