'હું ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખતો નથી', મોરારી બાપુએ બાગેશ્વરધામથી કેમ અંતર રાખ્યુ

છેલ્લા કેટલાક સમયથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં છે. એનું કારણ છે તેની સાથે જોડાયેલા તેમના નિવેદનો. ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, ભારત માટે હિંદુ રાષ્ટ્ર હોવું જરૂરી છે, તો તે ભારત અને પાકિસ્તાનના વિલીનીકરણથી લઈને તમામ મુદ્દાઓ પર મુક્તપણે બોલી રહ્યા છે. જેના કારણે તેની લોકપ્રિયતા વધી રહી છે. તેમના મોટા કાર્યક્રમો પણ સતત થતા રહે છે. થોડા દિવસો પહેલા તેમના લોકદરબારના કાર્યક્રમમાં તેમણે રામકથાકાર મોરારી બાપુ વિશે કહ્યું હતું કે, તેઓ યુગ તુલસી છે, જો કે રાજકોટના મીડિયાએ જ્યારે મોરારી બાપુની સામે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે તેમનાથી એક અંતર બનાવી લીધું હતું.

રાજકોટમાં મીડિયાએ પૂછ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમને યુગ તુલસી કહ્યા છે, તો મોરારી બાપુએ કહ્યું કે, તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખતા નથી, તેમની બરાબર ઓળખતા નથી. મોરારી બાપુનું આ નિવેદન લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. એવી અટકળો ચાલી રહી છે કે, સમાચાર જગતમાં છવાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીથી મોરારી બાપુ જાણી જોઈને દૂર રહ્યા હતા અથવા તો તેઓ ખરેખર આ મુદ્દે કંઈ બોલવા માંગતા ન હતા.

મળતી માહિતી મુજબ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગભગ નવ મહિના પહેલા મોરારી બાપુની રામ કથામાં ભાગ લીધો હતો અને સંબોધન પણ આપ્યું હતું. કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી, વર્તમાન તુલસી કહીને સંબોધ્યા હતા. વ્યાસપીઠ પાસે ઊભા રહીને કથામાં પોતાનું વક્તવ્ય પણ આપ્યું હતું. બુંદેલખંડમાં ચાલી રહેલી કથામાં મોરારી બાપુને ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામ હનુમાનજી મહારાજની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. રાજકોટમાં પત્રકાર ભવનના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે હું તેમના વિશે વધારે જાણતો નથી.

ધીરેન્દ્ર શાસ્ત્રી પણ સભાઓમાં ભૂતોનો ઈલાજ કરવાનો દાવો કરે છે. તેઓ સ્ટેજ પરથી ઉડી જાય છે અને ભેગા થયેલા ટોળામાંથી ચીસો સંભળાય છે. પુરુષો અને સ્ત્રીઓ ભીડમાંથી ઉભા થઈને બૂમો પાડે છે. ધીરેન્દ્ર કહે, એમને વધુ માર, સાંકળોથી બાંધી રાખો. ધીરેન્દ્ર વારંવાર કહે છે કે, અમે ચમત્કાર કરતા નથી. આ બાલાજીની કૃપા છે. તેઓ તે જ કરે છે જે તેઓ કરવા માંગે છે. અમે કંઈ બોલતા નથી, બાલાજી કરે છે. ધરેંદ્ર શાસ્ત્રી ન ફક્ત ભક્તોની સમસ્યાઓના વિશે વાત કરે છે પરંતુ તેઓ, કાશ્મીર ફાઇલ્સ, પઠાણ જેવી ફિલ્મોને લઈને હિંદુ રાષ્ટ્ર અને સનાતન ધર્મની વાત પણ નીડરતાથી કહે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.