BRTS બસમાં હવે 65 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગજનો માટે મફત મુસાફરી

અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે મુસાફરી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બસમાં સિનિયર સિટીઝનની મફત મુસાફરી માટે વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે BRTS બસમાં 65 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો મફતમાં મુસાફરી કરી શકશે. અગાઉ બસમાં મુસાફરી માટે 75 વર્ષની વયમર્યાદા હતી, જેમાં હવે ઘટાડો કરીને 65 વર્ષ કરવામાં આવ્યો છે.

kanwar-yatra2
aajtak.in

સાથે જ, પહેલા 40% રકમ ચૂકવીને મળતા મુસાફરી પાસ પર મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે પણ હવે સિટી બસમાં સંપૂર્ણપણે મફત મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બંને કેટેગરીના લાભાર્થીઓને દર વર્ષે પોતાનો પાસ રીન્યૂ કરાવવો ફરજિયાત રહેશે.

brts1
janmarg.in

અત્યાર સુધી BRTS બસ સેવા બાબતે ડ્રાઈવરોની બેદરકારીને લઈને અનેક ફરિયાદો મળતી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં બસ ડ્રાઈવરો વિરુદ્ધ કુલ 792 ફરિયાદો નોંધાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પરિવહન અને અન્ય સેવાઓને મજબૂત બનાવવા માટે અંદાજે 2500 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.