ગરમી, પૂર, દુષ્કાળ અને આગ; UNએ ચેતવણી આપતા કહ્યું- આગામી 5 વર્ષમાં આ તમામના રેકોર્ડ તૂટશે

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ તેના તાજેતરના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે, આગામી પાંચ વર્ષ (2025-2029)માં વૈશ્વિક તાપમાનમાં રાહતની કોઈ આશા નથી. બુધવારે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ થવાની 70 ટકા શક્યતા છે, જે પેરિસ કરારના લક્ષ્ય કરતાં વધુ છે. આ સાથે, 80 ટકા શક્યતા છે કે આગામી પાંચ વર્ષમાંથી ઓછામાં ઓછું એક વર્ષ 2024ના રેકોર્ડબ્રેક ગરમ વર્ષ કરતાં વધુ ગરમ રહેશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે વિશ્વ સતત બે સૌથી ગરમ વર્ષ (2023 અને 2024)નો સામનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પૃથ્વી પરનું તાપમાન ઐતિહાસિક રીતે ઉચ્ચ સ્તરે રહેવાની સંભાવના છે.

Global Warming
indiaspendhindi.com

WMOના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ કો બેરેટે જણાવ્યું કે, 'આપણે હમણાં જ રેકોર્ડ સ્તરના 10 સૌથી ગરમ વર્ષોનો અનુભવ કર્યો છે. કમનસીબે, આ અહેવાલમાં આવનારા વર્ષોમાં રાહતના કોઈ સંકેત દેખાતા નથી. આનો અર્થ એ છે કે, આપણી અર્થવ્યવસ્થાઓ, આપણા દૈનિક જીવન, આપણી ઇકોસિસ્ટમ અને સમગ્ર ગ્રહ પર નકારાત્મક અસરો વધશે.'

2015ના પેરિસ આબોહવા કરારમાં વૈશ્વિક તાપમાનમાં વધારો પૂર્વ-ઔદ્યોગિક સ્તરની તુલનામાં 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને જો શક્ય હોય તો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ 1850-1900ના સરેરાશ તાપમાન સાથે સરખાવાય છે, જ્યારે માનવોએ ઔદ્યોગિક સ્તરે કોલસો, તેલ અને ગેસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ વૈજ્ઞાનિકો હવે માને છે કે, 1.5 ડિગ્રી સેલ્સિયસ લક્ષ્ય 'લગભગ અશક્ય' બની ગયું છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જન હજુ પણ ઝડપથી વધી રહ્યું છે.

Global Warming
sigmaearth.com

WMOની નવી આગાહીઓ UK હવામાન વિભાગ દ્વારા વિશ્વભરના અનેક હવામાન મથકોના ડેટાના આધારે બનાવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 2025થી 2029 વચ્ચે દર વર્ષે સરેરાશ તાપમાન 1.2થી 1.9 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. મયુનોથ યુનિવર્સિટીના આબોહવા વિશ્લેષણ નિષ્ણાત પીટર થોર્ને જણાવ્યું હતું કે, 'આ અંદાજ એ હકીકતની ખૂબ નજીક છે કે, આપણે 2020ના અંત સુધીમાં અથવા 2030ની શરૂઆતમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની લાંબા ગાળાની મર્યાદાને પાર કરીશું. આ સંભાવના બે થી ત્રણ વર્ષમાં 100 ટકા હોઈ શકે છે.' WMOએ પણ કહે છે કે, 2025થી 2029ની વચ્ચે એક એવું વર્ષ આવશે, જે અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ, 2024 કરતાં વધુ ગરમ હશે. આની 80 ટકા સંભાવના છે.

WMOના આબોહવા સેવા નિર્દેશક ક્રિસ્ટોફર હુઇટે જણાવ્યું હતું કે, લાંબા ગાળાના તાપમાનમાં વધારાનું મૂલ્યાંકન ઘણી રીતે કરવામાં આવે છે, જેમાં છેલ્લા 10 વર્ષના ડેટા અને આગામી દાયકા માટેની આગાહીઓનો સમાવેશ થાય છે. આ મુજબ, 2015-2034 દરમિયાન 20 વર્ષનો સરેરાશ વધારો 1.44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

Global Warming
noaa-gov.translate.goog

જોકે હાલમાં સંભાવના માત્ર એક ટકા છે, પરંતુ પહેલી વાર આગાહીઓ દર્શાવે છે કે, આગામી પાંચ વર્ષમાં કોઈપણ એક વર્ષમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધશે. હવામાન વિભાગના એડમ સ્કેઇફે જણાવ્યું કે, 'આ આઘાતજનક છે. આ પહેલી વાર છે જ્યારે અમે અમારા કમ્પ્યુટર મોડેલોમાં આવું પરિણામ જોયું છે.'

દરેક વધારાના તાપમાનમાં વધારો એટલે ધ્રુવીય પ્રદેશોમાં વધુ ગરમીના મોજા, મુશળધાર વરસાદ, દુષ્કાળ અને પીગળતો બરફ. આ વર્ષે પણ, આબોહવા કોઈ રાહત આપી રહી નથી. ગયા અઠવાડિયે, ચીનના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયું હતું, સંયુક્ત આરબ અમીરાતમાં 52 ડિગ્રી સુધી પહોંચ્યું અને જીવલેણ ગરમીના મોજા પછી પાકિસ્તાનમાં જોરદાર પવન ફૂંકાયો. ઇમ્પીરીયલ કોલેજ લંડનના ક્લાઇમેટોલોજિસ્ટ ફ્રેડરિકા ઓટ્ટોએ જણાવ્યું કે, 'આપણે પહેલાથી જ ગરમીના ખતરનાક સ્તર પર પહોંચી ગયા છીએ. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અલ્જેરિયા, ભારત, ચીન અને ઘાનામાં પૂર, કેનેડામાં જંગલની આગ, આ બધા તેના સંકેતો છે. 2025માં તેલ, ગેસ અને કોલસા પર આધાર રાખવો હવે સંપૂર્ણ ગાંડપણ છે.'

Global Warming
english.elpais.com

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી પાંચ વર્ષમાં આર્કટિક ક્ષેત્ર વૈશ્વિક સરેરાશ કરતા ઘણી ઝડપથી ગરમ થશે. માર્ચ 2025-2029 માટે દરિયાઈ બરફની આગાહીઓ દર્શાવે છે કે, બેરેન્ટ્સ સમુદ્ર, બેરિંગ સમુદ્ર અને ઓખોત્સ્ક સમુદ્રમાં બરફનું પ્રમાણ વધુ ઘટી શકે છે. આગાહીઓ અનુસાર, દક્ષિણ એશિયામાં આગામી પાંચ વર્ષમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ ઉપરાંત, સાહેલ પ્રદેશ, ઉત્તરી યુરોપ, અલાસ્કા અને ઉત્તરી સાઇબિરીયામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે એમેઝોન પ્રદેશ દુષ્કાળનો સામનો કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.