ભરુચમાં ખાનગી કંપનીની બસની અડફેટે યુવકનું મોત, સ્થાનિકોએ 2 બસને ચાંપી આગ

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ક્યારેક અકસ્માતની ઘટના બાદ લોકોએ વાહનોમાં તોડફોડ કરીને વાહનને આગ લગાવી દીધી હોવાની ઘટનાઓ પણ આવી છે. ત્યારે આવી જ એક ઘટના ભરૂચમાં સામે આવી છે. આ બસ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ રોષે ભરાઇને ખાનગી બસમાં તોડફોડ કરીને બસમાં આગ ચાંપી દીધી હતી. લોકો દ્વારા બે બસમાં આગ લગાવી દેવામાં આવી હતી. તો આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લોકોએ ફાયર વિભાગને માહિતી આપી હતી કે ફાયર ફાયટરોએ ઘટના સ્થળ પર પહોંચી બસમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા ટોળાને વિખેરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, દહેજમાં બિરલા કોપર નામની કંપની આવેલી છે અને આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લેવા અને મુકવા માટે બસની સુવિધા આપવામાં આવે છે. જ્યારે બિરલા કંપનીની ખાનગી બસ મોડીરાત્રે નાઇટ શિફ્ટમાં આવતા કર્મચારીઓને લેવા માટે ગઈ હતી ત્યારે બિરલા કોપર કંપનીની બસનો અકસ્માત શેરપુરા ગામ નજીક થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં રુસ્તમ આદમના એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતની ઘટનામાં રુસ્તમનું મોત થયું હોવાની જાણ લોકોને થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોએ રોષે ભરાઇને હોબાળો કર્યો હતો.

લોકો દ્વારા ખાનગી બસ ચાલક સામે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી અને આ બોલાચાલી બાદ લોકોનો રોષ વધ્યો હતો. ત્યારબાદ લોકોએ બસમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે લોકો આ બસમાં તોડફોડ કરતા હતા ત્યારે પાછળથી બીજી આ જ કંપનીની બસ નીકળી હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ બિરલા કોપર કંપનીની બીજી બસને પણ રોકી હતી અને તેમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. લોકોએ બે બસમાં આગ લગાવી હોવાની ઘટનાની જાણ ભરૂચ પોલીસ અને ફાયર વિભાગને થતા પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સૌપ્રથમ ફાયર ફાયટરોએ બસ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા હોબાળો કરી રહેલા લોકોના ટોળાને વિખેરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ ઘટનાને લઇ એવી પણ માહિતી મળી રહી છે કે, રુસ્તમ નામના યુવકનું મોત થયું છે તે યુવક પણ લક્ઝરી બસનો ડ્રાઈવર હતો અને તે પોતાની બસ સાઇડમાં ઊભી રાખી ઘરે જમવા માટે જતો હતો અને તે સમયે જ તે બિરલા કોપર કંપની ખાનગી બસની અડફેટે આવ્યો હતો અને તેનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. રુસ્તમ નામનો યુવક શેરપુરા ગામમાં જ તેના પરિવારની સાથે રહેતો હતો.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.