લાખો રૂપિયા પગાર પણ પેટ ભરાતું નથી, જામનગરમાં 80000ની લાંચ લેતો PGVCLનો અધિકારી ઝડપાયો

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના સપર સબ ડિવિઝનની PGVCL કચેરીના ડેપ્યુટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ લાઇનમેનને નવા વીજ કનેક્શન માટે ₹80,000ની લાંચ લેતા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ACBના જણાવ્યા અનુસાર, આ કેસના ફરિયાદીએ પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા અને નવું વીજ કનેક્શન મેળવવા માટે સપર સબ ડિવિઝન PGVCL કચેરીમાં અરજી કરી હતી. જો કે, લાંબા સમય સુધી આ અરજી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ નવું ટ્રાન્સફોર્મર  મૂકવા, મીટર ફિટ કરવા અને વીજ જોડાણ આપવાના બદલામાં ડેપ્યુટી એન્જિનિયર ઋષિ દિનેશચંદ્ર પરમારે કથિત રીતે ₹1 લાખની લાંચની માંગણી કરી હતી.

03

ફરિયાદી સાથેની રકઝક અને વાટાઘાટોના અંતે, આરોપી ડેપ્યુટી એન્જિનિયરે લાંચની રકમ ઘટાડીને ₹80,000 નક્કી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી, તેમણે સીધો ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

ગોઠવાયેલા છટકા દરમિયાન, ડેપ્યુટી એન્જિનિયર ઋષિ પરમાર વતી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઈ ડુંગરામ પ્રજાપતિ ફરિયાદીને મળ્યો હતો અને તેણે લાંચની ₹80,000ની રકમ સ્વીકારી હતી. લાઇનમેને પૈસા લેતાની સાથે જ ત્યાં વોચમાં ઉભેલી ACBની ટીમે તેને રંગેહાથ પકડી લીધો હતો. આ સફળ ટ્રેપ બાદ કચેરીમાં જ હાજર મુખ્ય આરોપી ડેપ્યુટી એન્જિનિયર ઋષિ પરમારની પણ ACBએ અટકાયત કરી લીધી છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં નવી ટુ-વ્હીલર બ્રાન્ડની એન્ટ્રી, Avoreએ પહેલી બાઇકનું ટીઝર રીલિઝ કર્યું

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગ વધી રહી છે. ખાસ કરીને સ્કુટર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ઇલેક્ટ્રિક બાઇક...
Tech and Auto 
ભારતમાં નવી ટુ-વ્હીલર બ્રાન્ડની એન્ટ્રી, Avoreએ પહેલી બાઇકનું ટીઝર રીલિઝ કર્યું

શપથ ગ્રહણમાં ટ્રમ્પે યુરોપમાંથી ફક્ત મેલોનીને આમંત્રણ આપેલું, દોઢ વર્ષના સમયગાળામાં આટલી બધી કડવાશ કેમ આવી?

એક સમયે વૈશ્વિક રાજકારણના બે સૌથી મોટા પોસ્ટર બોય અને નજીકના મિત્રો ગણાતા, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના ...
World 
શપથ ગ્રહણમાં ટ્રમ્પે યુરોપમાંથી ફક્ત મેલોનીને આમંત્રણ આપેલું, દોઢ વર્ષના સમયગાળામાં આટલી બધી કડવાશ કેમ આવી?

ઇઝરાયલમાં ચૂંટણી પહેલા મોટો સર્વે: 59% જનતા ઈચ્છે છે નેતાન્યાહુને ફરી PM ન બને

ઇઝરાયેલમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઈઝરાયલના ઓપિનિયન...
World 
ઇઝરાયલમાં ચૂંટણી પહેલા મોટો સર્વે: 59% જનતા ઈચ્છે છે નેતાન્યાહુને ફરી PM ન બને

પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી

આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute...
Charcha Patra 
પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.