ગરબામાં મુસ્લિમ યુવાનોની જાહેરમાં મારપીટ કેમ? ગુજરાત પોલીસે કોર્ટને આપ્યો આ જવાબ

ગુજરાત પોલીસે મુસ્લિમોને જાહેરમાં માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, પાંચ મુસ્લિમ પુરુષોને પોલીસે રસ્તા પર બધાની સામે માર માર્યો હતો. ગુજરાત પોલીસે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં શાંતિ અને સદભાવના જાળવવા માટે મુસ્લિમોને માર મારવામાં આવ્યો હતો.

ખેડા-નડિયાદના પોલીસ અધિક્ષક (SP) રાજેશ કુમાર ગઢિયાએ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પુરુષોએ તેમના સમુદાયના 150થી વધુ લોકોના ટોળા સાથે મળીને ગરબા કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે પથ્થરમારો કર્યો હતો. આ મામલો ખેડા જિલ્લાના ઉંધેલા ગામનો છે.

એફિડેવિટમાં લખ્યું છે કે, 'આરોપી 3 ઓક્ટોબર, 2022ના રોજ થયેલા રમખાણોમાં સક્રિય હતો. તે એવા ટોળાનો ભાગ હતો, જેણે ગરબા રમી રહેલા હિન્દુ સમુદાયના સભ્યો પર પથ્થરમારો કર્યો હતો. આ બધું હિન્દુ સમુદાયમાં ભય પેદા કરવા અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. બધું પૂર્વ આયોજિત હતું.'

SPએ કહ્યું કે, આ ઘટનામાં ગામના આઠ હિન્દુ રહેવાસીઓ અને ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. પરિણામે, ત્યાં ભારે હંગામો અને બુમ-બરાડા પડી ગયા હતા, તેથી આ વિસ્તારમાં શાંતિ અને સંવાદિતા જાળવવા માટે શંકાસ્પદોને કોર્ડન કરવામાં આવ્યા હતા, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

SPએ કહ્યું કે પથ્થરમારાની ઘટના પછી તરત જ ધરપકડ કરાયેલ આરોપી મુસ્લિમ પુરુષોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. એફિડેવિટમાં લખ્યું હતું કે, '4 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી કથિત ઘટનાના સંબંધમાં, જ્યારે આરોપીઓને ઉંધેલા ગામમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ પોલીસ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સ્થળ પર એકઠા થયેલા ટોળાને પણ ઉશ્કેરતા હતા.'

પોલીસ અધિકારીએ એ પણ માહિતી આપી છે કે, વિભાગીય તપાસની શરૂઆત પછી, મુસ્લિમ પુરુષોને માર મારવામાં સામેલ છ દોષિત પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

જાહેરમાં માર મારવામાં આવેલા મુસ્લિમ શખ્સોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ NV અંજારિયા અને જસ્ટિસ નિરલ R મહેતાની બેન્ચ કરી રહી છે.

અરજદારોની મારપીટ પોલીસકર્મીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં પોલીસ અરજીકર્તાઓને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે મારતી જોઈ શકાય છે. બાર અને બેંચના અહેવાલ મુજબ, કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.