- Gujarat
- ગુજરાતમાં વરસાદી માહોલ : 7 જિલ્લામાં આજે, 4 જિલ્લામાં કાલે અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદી માહોલ : 7 જિલ્લામાં આજે, 4 જિલ્લામાં કાલે અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું આરંભી ગયું હોવા છતાં 26મી મે પછી અનેક વિસ્તારોમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. હવે 19 દિવસ બાદ ફરી ચોમાસાની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી શકે છે.
ઉત્તર રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજસ્થાનથી વિદર્ભ સુધીની ટ્રફ લાઇન, તેમજ અરબ સાગરથી ઓડિશા સુધી સક્રિય ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બન્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસો દરમિયાન રાજ્યમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે.આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.આવતીકાલ નર્મદા, તાપી અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. લોકોને હવામાન અંગે અપડેટ રહવા અને સલામતી અંગે પૂરતી કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ 17 જૂને અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ પડવાની શકયતા છે. આ બંને જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં 17 અને 18 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)