- Gujarat
- આટલું નફ્ફટ કોઈ કેવી રીતે હોય? કીર્તિ પટેલ કોર્ટમાં મોઢે બાંધીને આવેલી કેમેરો જોતા મોઢું બતાવી હસીને...
આટલું નફ્ફટ કોઈ કેવી રીતે હોય? કીર્તિ પટેલ કોર્ટમાં મોઢે બાંધીને આવેલી કેમેરો જોતા મોઢું બતાવી હસીને કહે...
છેલ્લા દોઢ મહિનાથી જેલમાં બંધ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને વિવાદિત ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન તેના વીડિયો ફરી વાયરલ થયા છે, જેમાં તે કેમેરા સામે બિંદાસ અંદાજમાં દેખાઈ રહી છે.
એક તાજેતરના વીડિયો ક્લિપમાં, કોર્ટમાંથી જેલ તરફ લઈ જતી વખતે કીર્તિએ મોઢા પર બાંધેલો દુપટ્ટો ઊતારી કહ્યું કે – “હવે લે, બરાબર મસ્ત હો”, અને કેમેરાની સામે પોઝ આપ્યો. તેના આ રીતે વર્તન કરવા છતાં એના ચહેરા પર કોઈ અફસોસ કે શરમ દેખાઈ નથી.
કીર્તિ પટેલને 17 જૂન, 2025ના રોજ સુરત પોલીસે ધરપકડ કરી હતી.તેના પર આરોપ છે કે તેણે 2015-16માં કાપોદ્રાના 65 વર્ષીય બિલ્ડર વિજય મનજી સવાણીને સામાજિક રીતે બદનામ કરીને રૂ. 30 લાખની ખંડણીની માંગ કરી હતી.
કેસ મુજબ, બિલ્ડરે પહેલા મકાન બુક કરાવ્યા બાદ રદ કર્યું હતું અને તેની બદલામાં પોતે ચુકવેલ પૈસા પાછાં માંગ્યાં હતા. આ મામલે વિવાદ વધી ગયો અને કીર્તિ પટેલે આરોપી વિજયને દારૂના નશામાં તેને સિલ્વર ફાર્મ પર બોલાવ્યો. બિલ્ડર સાથે યુવતીનો ફોટો તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની ધમકી આપી હતી. એ બદલમાં રૂ. 2 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની નોંધ કરી વરાછા પોલીસે કીર્તિ રણછોડ અડાલજા(પટેલ)ની ધરપકડ કરી.
કીર્તિના વિરુદ્ધ 10થી વધુ ગુનાઓ
કીર્તિ પટેલના વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિત અનેક સ્થળોએ કુલ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પણ તે ત્રણ વખત જેલ જઈ ચૂકી છે અને જામીન પર છૂટીને ફરી ગુનાઓ આચરતી રહી છે. હાલમાં તે દોઢ મહિનાથી જેલમાં છે અને તેના જામીન માટે અનેક વખત અરજી કરી ચૂકી છે, જે કોર્ટ દ્વારા ફગાવાઈ છે.
અન્ય વિવાદોમાં કીર્તિનો સામાવેશ
હત્યાના પ્રયાસનો ગુનામાં (2020) પુણા પોલીસ દ્વારા કીર્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન મળ્યા હતા, પણ કોર્ટમાં ઉપસ્થિત ન રહેતાં બિનજામીનપાત્ર વોરંટ જારી થયું હતું.
અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમમાં ઋષિભારતીના રૂમમાં ઘૂસી કીર્તિએ અંગત સામાન ફંફોળી વીડિયો બનાવી વિવાદ ઊભો કર્યો હતો.
યુટ્યૂબર રોયલ રાજા પર હુમલાના એક કિસ્સામાં કીર્તિ પટેલનો પણ સંદર્ભ છે. કીર્તિએ ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે કોઈ મુદ્દે માથાકુટ થતા દિનેશ સોલંકી નામના વ્યક્તિએ ખજૂરભાઈની તરપેણમાં કીર્તિ વિરુધ્ધ પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ મુકવા બદલ કીર્તિએના આદેશથી આરોપીઓએ રોયલ રાજાની મૂછ અને વાળ કપાવ્યા હતા.
વર્ષ 2024માં એક વીડિયો ક્લિપમાં કીર્તિ પદ્મિનીબા વાળાની નકલ કરતી જોવા મળી હતી, જેમાં તે ‘નાયક નહિ, ખલનાયક હૈ તૂ’ ગીત સાથે ડ્રામેટિક અંદાજમાં દેખાઈ હતી.
https://twitter.com/TreeshiNewsKida/status/1952218559377228286
કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં પોપ્યુલારિટી મેળવવા સાથે ઘણા વિવાદોમાં પણ ઘેરાઈ ગઈ છે. કોર્ટ અને પોલીસ કાર્યવાહી વચ્ચે તેનું સતત વ્યાવહારિક અને પ્રેરોચક વર્તન ચોંકાવનારું છે. હોવા જોઈએ તેમ ગુનાઓ અંગે પસ્તાવો બતાવવાને બદલે, તે પોતાનું ચર્ચામાં રહેવાનું ચાલુ રાખી રહી છે.

