CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વલસાડમાં થશે

ગુજરાતમાં દર વર્ષે 15 ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી કોઇ એક જિલ્લામાં કે તાલુકામાં થતી હોય છે. ત્યારે આ વર્ષે 77માં  સ્વાતંત્ર્ય પર્વની 15મી ઓગસ્ટ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરાશે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજ વંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 16 ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવાનું આયોજન કરવમાં આવ્યું છે. મુખ્યમંત્રી વલસાડ ખાતે ધ્વજવંદન કરાવશે, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે. જ્યારે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, કલેક્ટરો જુદા દુજા જિલ્લા મથશે ધ્વજવંદન કરાવશે. ગુજરાતના કેન્દ્રીય અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ અલગ અલગ જિલ્લાં મતદાન કરાવશે.

ગુજરાતના કેબિનેટ મંત્રીઓમાં કનુભાઇ દેસાઇ નવસારી, રૂષિકેશ પટેલ વડોદરા, રાઘવજી પટેલ રાજકોટ, બળવંતસિંહ રાજપૂત સુરત, કુંવરજી બાવળિયા અમદાવાદ, મુળુભાઇ બેરા કચ્છ, ડો. કુબેર ડિંડોર છોટાઉદેપુર, ભાનુબેન બાબરિયા જૂનાગઢ ખાતે ધ્વજવંદન કરાવશે.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી દાહોદ, જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા, પરષોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ, બચુભાઈ ખાબડ  મહીસાગર,મુકેશભાઇ પટેલ ગાંધીનગર, પ્રફુલ્લ પાનસેરિયા ભાવનગર, ભીખુસિંહ પરમાર પંચમહાલ, કુંવરજી હળપતિ નર્મદા જિલ્લામાં ધ્વજવંદન કરાવશે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.