7 દિવસમાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે

દેશના વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. એક તરફ, પર્વતોમાં હિમવર્ષાએ લોકોની ચિંતા વધારી છે. તો મેદાની વિસ્તારોમાં ઠંડીએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. આ દરમિયાન હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરમાં કેવું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમી વિક્ષોભ સર્જાયો છે. તેની ઉપર એક ટ્રફ પણ બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 ફેબ્રુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ તારીખોમાં ક્યાંય વરસાદની આગાહી આપવામાં આવી નથી. આ સાથે જ હવામાન વિભાગે આગામી 7 દિવસ પણ ગુજરાતમાં વરસાદ થાય તેવી કોઈ આગાહી કરી નથી. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

Weather1
gujarati.news18.com

મંગળવારે ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 15.4, વડોદરામાં 19.8, ગાંધીનગરમાં 18.2 ડિગ્રી, સુરતમાં 19, અમદાવાદમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રવિવારે અને સોમવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો. જોકે, મંગળવારે કોઈ જગ્યાએ માવઠું થયું નથી.

IMDના મતે, આગામી દિવસોમાં 3 પશ્ચિમી વિક્ષેપો ઉત્તર ભારતમાં વિનાશ વેરવાની તૈયારીમાં છે. IMD અનુસાર, આ દરમિયાન વાવાઝોડા, વરસાદ અને કરા પડવાથી નુકસાન થશે. ઠંડા પવનોને કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. પંજાબથી બિહાર સુધી હવામાન ખૂબ જ બગડવાની તૈયારીમાં છે.

ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે, આ તો માત્ર શરૂઆત છે. એક પશ્ચિમી વિક્ષેપ અગાઉથી જ સક્રિય છે. બીજો વિક્ષેપ 5 ફેબ્રુઆરીની રાત્રે આવવાના સંકેત છે. ત્રીજો 8 ફેબ્રુઆરીની આસપાસ તેની અસર બતાવશે. આનો અર્થ એ છે કે, આગામી 7 દિવસ સુધી હવામાન શાંત રહેશે નહીં. ધુમ્મસ, વરસાદ, બરફવર્ષા અને ભારે પવનો એકસાથે જનજીવનને અસર કરશે.

Weather2
gujarati.news18.com

આ હવામાન પલટાથી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તેમજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સૌથી વધુ પ્રભાવિત થશે. પર્વતોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે. ઊભા રવિ પાક, ખાસ કરીને સરસવ અને ઘઉં પર કરા પડવાની અસર થઈ શકે છે. ભારે પવન અને વરસાદથી પાકને નુકસાન થવાનું જોખમ છે. ખેડૂતોને સતર્ક રહેવા અને સ્થાનિક હવામાન ચેતવણીઓનું નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે.

તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે.  ઉતર ભારતના કેટલાક વિસ્તારમાં બરફના તોફાનની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ  પલટો આવશે. ખાસ કરીને 4 થી 8 ફેબ્રુઆરી અને ફરી પાછો 12 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આનો અર્થ એ છે કે ફેબ્રુઆરીનો પૂર્વાર્ધ મિશ્ર વાતાવરણ અને કમોસમી વરસાદી માહોલ વચ્ચે પસાર થશે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.

ambalal-patel
gujaratijagran.com

રાજ્યમાં ઠંડીની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં હજુ ફેબ્રુઆરીના 2 સપ્તાહ સુધી ઠંડી અનુભવાશે. ખાસ કરીને 20 ફેબ્રુઆરી બાદ તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી વધતાં ઠંડીનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે, દિવસનું તાપમાન 32 ડિગ્રી ઉપર જઇ શકે છે.   કમોસમી વરસાદની આ આગાહીને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખેતીના પાકો જેવા કે જીરું, વરિયાળી, રાયડો અને ઘઉંના પાક પર આ વાતાવરણની માઠી અસર પડી શકે છે.

About The Author

Top News

કોરિયન ગેમના ટાર્ગેટમાં 3 બહેનો 9મા માળેથી કૂદી ગઈ; બાળકનું ગેમિંગ વ્યસન કેવી રીતે છોડાવવું?

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, 12, 14 અને 16...
Tech and Auto 
કોરિયન ગેમના ટાર્ગેટમાં 3 બહેનો 9મા માળેથી કૂદી ગઈ; બાળકનું ગેમિંગ વ્યસન કેવી રીતે છોડાવવું?

7 દિવસમાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે

દેશના વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. એક તરફ, પર્વતોમાં હિમવર્ષાએ લોકોની ચિંતા વધારી છે. તો મેદાની વિસ્તારોમાં...
Gujarat 
7 દિવસમાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે

ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુલશે

(ઉત્કર્ષ પટેલ) હમણા જ ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત થઈ છે જે બંને દેશોના આર્થિક સંબંધોને...
National 
ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુલશે

અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

જર્મની પાસે દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. આ દેશ પાસે કુલ 3350 ટન સોનુ છે જેની અંદાજિત...
World 
અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.