ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુલશે

(ઉત્કર્ષ પટેલ)

હમણા જ ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત થઈ છે જે બંને દેશોના આર્થિક સંબંધોને નવી દિશા આપશે. આ કરારની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ફોન પરની વાતચીત પછી થઈ. વાણિજ્યમંત્રી પીયુષ ગોયલે આ કરારને ભારત માટે અત્યાર સુધીનો સૌથી ફાયદાકારક કરાર ગણાવ્યો છે.

આ કરારનું મુખ્ય ઉદ્દેશ અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં નોંધનિય ઘટાડો છે. અગાઉ 50% સુધીના ટેરિફ હતા જે હવે 18% સુધી ઘટાડવામાં આવ્યા છે. આ ઘટાડાથી ભારતીય નિર્યાતકારોને મોટી રાહત મળી છે. ખાસ કરીને ટેક્સટાઈલ, લેધર, મરીન પ્રોડક્ટ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોને નોંધપાત્ર લાભ થશે. આ ક્ષેત્રોમાં મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે જેનાથી ગામડાંઓમાં રહેતા ગરીબો, ખેડૂતો, મત્સ્યોદ્યોગીઓ, યુવાનો અને મહિલાઓને ફાયદો થશે.

પીયુષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે આ કરારમાં ભારતના સંવેદનશીલ ક્ષેત્રો જેવા કે ખેતી અને ડેરીને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ભારતે પોતાની 'રેડ લાઈન્સ' પર કોઈ સમાધાન કર્યું નથી. આનાથી દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. આ કરાર બંને દેશો માટે વિન-વિન સ્થિતિ ઊભી કરે છે જેમાં અમેરિકાને ઊર્જા, કોલસા, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં વધુ ખરીદીની તક મળશે.

02

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા અને નિકટ સંબંધોને કારણે આ કરાર શક્ય બન્યો છે. ગોયલે કહ્યું કે આ કરાર ભારતના પડોશી અને સ્પર્ધાત્મક દેશો કરતાં વધુ સારો છે. આનાથી ભારતીય ઉદ્યોગોને અમેરિકા ના બજારમાં વધુ અવકાશ મળશે અને નિર્યાતમાં વધારો થશે.

આ કરાર ભારતની આર્થિક વૃદ્ધિને નવી ગતિ આપશે. MSME, ઉદ્યોગસાહસિકો અને કુશળ કારીગરો માટે અભૂતપૂર્વ તકો ખુલશે. સ્ટોક માર્કેટ અને રૂપિયામાં પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. વિરોધ પક્ષોની ટીકાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ કરાર ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે વધુ મજબૂત બનાવશે અને 'મેક ઇન ઇન્ડિયા'ને નવું બળ આપશે. આ ઐતિહાસિક પગલું બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ કરશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-08-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.