'ખેડૂતોએ કાળજી રાખવી પડશે..', અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ

ગુજરાતમાં બરબારનો શિયાળો જામી ચૂક્યો છે, ગાત્રો થીજાવતી ઠંડી સાથે પવનની ગતિ પણ વધી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરીથી હાડ થીજાવતી ઠંડી પડશે. તો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યો હતો તે હટી જવાને કારણે હવે ઠંડા પવનો ગુજરાત સુધી આવતા રહેશે. જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના રહેશે અને ધીમે-ધીમે રાત્રિનું તાપમાન ક્યાંક 5 ડિગ્રી થવાની પણ સંભાવના છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, મધ્ય ગુજરાતમાં 14-15 ડિગ્રી અને કચ્છમાં 8-10 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના રહેશે. તારીખ 26-27માં એક પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવવાની સંભાવના છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગો સુધી રહેવાની સંભાવના છે. આની અસર કચ્છમાં પણ થશે. જેના કારણે 26, 27,28 સુધીમાં વાદળવાયું આવવાની સંભાવના રહેશે.

ambalal-patel4
navajivan.in

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની નજીકના પ્રદેશોમાં ક્યાંક વાદળવાયું વાતાવરણ તો ક્યાંક છાટાં થઈ શકે છે. જોકે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જતા મજબૂત નથી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ફરીથી ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની સંભાવના રહી શકે છે. 27મી જાન્યુઆરીથી દિવસનું તાપમાન થોડું-થોડું વધવાની સંભાવના છે. ફેબ્રુઆરી માસમાં ધીરે ધીરે દિવસનું તાપમાન વધવાની સંભાવના રહેશે પરંતુ રાતમાં લઘુત્તમ તાપમાન ઘટી જઈ શકે છે. જેના કારણે કૃષિ પાક પર હિમ પડવાની સંભાવના છે. ગુજરાતના વારંવાર બદલાતા હવામાનને કારણે કૃષિ પાકોમાં રોગ થવાની સંભાવના રહેશે. જેથી ખેડૂતોએ કાળજી રાખવી પડશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે વાયુના તોફાનો સામાન્ય રીતે 10-15 કિમી પ્રતિ કલાક અને આંચકાના પવન 20 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. જોકે, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે. અહીં આંચકાના પવન 30થી 34 પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

ambalal-patel
gujarati.abplive.com

તેમણે કહ્યું કે, 4 ફેબ્રુઆરીએ 8 ફેબ્રુઆરી સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ બનશે. જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજની અસર રહેશે. જેના કારણે ઉત્તર ભારતની સાથે ગુજરાતનું હવામાન પણ પલટાવવાની સંભાવના રહેશે. એક બાદ એક પશ્ચિમી વિક્ષોભ આવતા ઠંડીમાં વધઘટ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિસ્ટમમાં ફેરફાર થવાને કારણે હાલમાં વરસાદી વાતાવરણ ટળ્યું છે. પરંતુ 27 જાન્યુઆરી પછી ફરી એકવાર વાદળછાયા માહોલ વચ્ચે હળવો વરસાદ પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ વરસાદની સાથે જ રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે. હાલમાં રાજ્યમાં સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ આગામી દિવસોમાં ઠંડા પવનના સુસવાટા વધશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં રાત્રિના સમયે તીવ્ર ઠંડીનો અહેસાસ નાગરિકોને થવા લાગશે.

About The Author

Related Posts

Top News

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, ...
National 
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, રાજકુમાર રાવ જો કોઈ ડાર્ક કોમેડી લઈને આવે છે તો કોઈ પણ તેની પાસેથી સુંદર...
Entertainment 
રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ
Copyright (c) Khabarchhe All Rights Reserved.