બગસરા APMCના અધ્યક્ષ પદે AAP નેતા કાંતિ સતાસિયા બિનહરીફ ચૂંટાયા, BJPને ઝટકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ટકા વોટ હાંસલ કરીને રાષ્ટ્રીય પાર્ટી બનેલી આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં લાંબા સમય બાદ સારા સમાચાર મળ્યા છે. પાર્ટીએ અમરેલી જિલ્લાની બગસરા APMCમાં જીત હાંસલ કરી છે. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહકારી ક્ષેત્રના દિગ્ગજ દીલિપ સંઘાણીનું ગૃહ જનપદ છે. એટલું જ નહીં રાજકોટથી જીતેલા પરસોત્તમ રૂપાલાનું આ પોતાનું ક્ષેત્ર છે. અહી AAPની જીતથી પાર્ટીમાં ખુશીની લહેર છે. ગત દિવસોમાં દીલિપ સંઘાણીને ફરીથી IFFCOના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયા બિનહરીફ ચેરમેન બની ગયા છે. એવું લાગે છે કે, બગસરા APMCમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. બગસરા APMCના અધ્યક્ષ પદ માટે કાંતિ સતાસિયા અને ઉપાધ્યક્ષ પદ માટે સંજય રફાલિયા બિનહરીફ ચૂંટાયા છે. એમ માણી શકાય છે કે સહકારી ક્ષેત્રમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ધમાસાણ થવા જઇ રહ્યું છે.

APMC બગસરામાં સંખ્યાબળની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 9 અને ભાજપના 6 સભ્ય હતા. તેના કારણે AAP નેતા કાંતિ સતાસિયાએ જીત હાંસલ કરી છે. તેઓ ચેરમેન તરીકે ચૂંટાયા. વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઈ. સતાસિયા ધારી વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. APMC બગસરાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા કાંતિ સતાસિયા વિધાનસભાની ચૂંટણીમાં બીજા નંબર પર રહ્યા હતા. તેમને 37,749 હજાર વોટ મળ્યા હતા. તેઓ 8717 વૉટથી જયસુખ કાકડિયા સામે હારી ગયા હતા. હવે સતાસિયાએ મજબૂત વાપસી કરતા બગસરા બજાર સમિતિના ચેરમેન પદ પર કબજો કર્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સતાસિયાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળીને લડી હતી. આમ આદમી પાર્ટીને ચૂંટણીઓમાં 2.69 ટકા વોટ મળ્યા હતા. પાર્ટીએ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડી હતી. તેને કુલ 7 લાખ 75 હજાર 321 વોટ મળ્યા હતા. ભરૂચની સીટ પર આમ આદમી પાર્ટીએ ભાજપને સખત ટક્કર આપી.

Related Posts

Top News

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.