- National
- તં*ત્ર વિદ્યા જાણે છે અનુષ્કાની માતા, તેજ પ્રતાપને પોતાના વશમાં કર્યા; લાલુ યાદવના ભત્રીજાનો મોટો ખુ...
તં*ત્ર વિદ્યા જાણે છે અનુષ્કાની માતા, તેજ પ્રતાપને પોતાના વશમાં કર્યા; લાલુ યાદવના ભત્રીજાનો મોટો ખુલાસો

લાલુ પરિવારના ફેમિલી ડ્રામાને કારણે છેલ્લા 3 દિવસથી બિહારની રાજનીતિમાં ઉથલ-પાથલ ચાલી રહી છે. ડ્રામાના લીડ રોલમાં તેજ પ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવ છે. અનુષ્કા સાથેના પોતાના સંબંધોને સ્વીકાર્યા બાદ લાલુ યાદવે તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂક્યા છે. તેજ પ્રતાપનું કહેવું છે કે તે અનુષ્કા સાથે 12 વર્ષથી રિલેશનશિપમાં છે. એવામાં લોકો સવાલો પૂછી રહ્યા છે કે જો તેજ પ્રતાપનું અનુષ્કા સાથે 12 વર્ષ સુધી અફેર હતું તો તેમણે ઐશ્વર્યા સાથે લગ્ન કેમ કર્યા? અત્યાર સુધી તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના છૂટાછેડા થયા નથી, તો પછી તેમણે અનુષ્કા સાથેના સંબંધોને કેમ સ્વીકાર્યા?

હવે, આ મામલે એક મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો કોઈ બીજાએ નહીં, પરંતુ લાલુ યાદવના ભત્રીજા અને તેજ પ્રતાપના પિતરાઈ ભાઈ નાગેન્દ્ર રાયે કર્યો છે. નાગેન્દ્ર રાયે કહ્યું કે, તેજ પ્રતાપ હની ટ્રેપનો શિકાર થયા છે. અનુષ્કા યાદવના પરિવારે આ બધું સમજી વિચારીને કર્યું છે. તેણે તેજ પ્રતાપને પોતાની જાળમાં ફસાવી લીધો, પરંતુ કોઈ લગ્ન થયા નહોતા. નાગેન્દ્ર રાયે દાવો કર્યો હતો કે અનુષ્કાની માતા તંત્ર વિદ્યા પણ જાણે છે. એ લોકોએ તં*ત્ર દ્વારા તેજ પ્રતાપને પોતાના વશમાં કરી લીધા છે. લાલુ યાદવ દ્વારા તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂકવાને લઈને નાગેન્દ્રએ કહ્યું કે, લાલુજીએ ઉતાવળમાં નિર્ણય લઈ લીધો છે. તેમને આખું સત્ય ખબર નહીં હોય. તેજ પ્રતાપ પૂરી રીતે નિર્દોષ છે. તો, તેજ પ્રતાપના ઐશ્વર્યા સાથેના લગ્ન બળજબરીપૂર્વક નહીં, બધાની સહમતિ હતી.
https://twitter.com/TejYadav14/status/1926328991260049862
નાગેન્દ્ર રાયે આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા ઘણા વર્ષોથી અનુષ્કા યાદવ અને તેનો પરિવાર તેજ પ્રતાપને બ્લેકમેલ કરી રહ્યા છે. આ જ લોકોએ તેજ પ્રતાપ યાદવના ઐશ્વર્યા સાથેના લગ્ન તોડાવ્યા હતા, પરંતુ પરિવારના સભ્યો ચૂપ હતા કે આ છોકરીની ઇજ્જતનો સવાલ છે. ત્યારબાદ પણ આ પરિવારે લાલચમાં આવું પગલું ઉઠાવ્યું. હવે છોકરી અને તેના ભાઈએ લાલચની બધી હદો વટાવી દીધી છે. નાગેન્દ્ર રાયના મતે તેને પૂરો વિશ્વાસ છે કે જે પણ વીડિયો અને તસવીર પોસ્ટ કરવામાં આવ્યા છે તે નકલી છે.

તો હવે તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું કે, મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક કરવામાં આવ્યા છે અને મારી તસવીરો ખોટી રીતે એડિટ કરીને મને અને મારા પરિવારજનોને પરેશાન અને બદનામ કરવામાં આવી રહ્યા છે. હું પોતાના શુભેચિંતકો અને ફોલોઅર્સને આપીલ કરું છું કે સતર્ક રહો અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.