- Gujarat
- યશ્વી નવરાત્રિ આ વખતે વેસુમાં, કિંજલ દવે ફરી સુરત આવશે
યશ્વી નવરાત્રિ આ વખતે વેસુમાં, કિંજલ દવે ફરી સુરત આવશે
આ વર્ષે ફરી એક વાર યશ્વી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત યશવી નવરાત્રિ 2025 ધૂમ મચાવવા તૈયાર છે. યશ્વી નવરાત્રિ એટલા માટે ખાસ છે કે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ ભળે છે. વર્ષ 2024માં પણ યશ્વી નવરાત્રિ સેવાકીય હેતુ માટે કરવામાં આવી હતી. અને આ વખતે યશ્વી નવરાત્રિ 2025નું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે કરવામાં આવનાર છે, જે ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના હશે, જ્યાં નવરાત્રિમાં વિવિધ સેવાકાર્યોને મોટા પાયે જોડવામાં આવી રહ્યું છે.
ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા કવીન કિંજલ દવેના અવાજમાં સતત બીજા વર્ષે આ આયોજન થવા જઈ રહ્યું છે. ગત વર્ષ કરતા પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય આ નવરાત્રિ સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રિ બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન્ડ ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને મોકળાશથી ગરબે ઘુમવાનો આનંદ લઇ શકે તે રીતે વિશાળ જગ્યા કરવામાં આવી છે. ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગની પણ કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે. સાથે સાથે કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝડ એન્ટ્રી રાખવામાં આવી છે.
તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર એમ 11 દિવસના યશ્વી નવરાત્રિના અન્ય આકર્ષણોની વાત કરીએ તો ગરબા કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી એન્કર કરિશ્મા તન્ના દ્વારા થનાર છે. ખેલૈયાઓ માટે 1 કરોડથી પણ વધુ ઇનામો જેમાં બે મેગા પ્રાઈઝનો પણ સમાવેશ થાય છે. યશવી નવરાત્રિનો આનંદ દરેક વર્ગ અને દરેક સમાજના લોકો લઈ શકે તેમ કિન્નર સમાજ, દિવ્યાગ બાળકો, સિનિયર સીટીઝન, અનાથાશ્રમના બાળકોને પણ આમંત્રિત કરીને તેમને આ તહેવારનો આનંદ લેવા આમંત્રિત કરવામાં આવશે.
સુરતમાં નવરાત્રિના ઇતિહાસમાં પ્રથમ વખત જ યશ્વી નવરાત્રિના ખેલૈયાઓ માટે ભેટ સ્વરૂપે તારીખ 4 ઓકટોબરના રોજ ભારતીય સિનેમાને સમર્પિત જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા પોતાના 60 સંગીતકારો સાથે "એક શામ પોલીસ કે નામ" હેઠળ સંગીતની સુરાવલી રજૂ કરશે. આ કાર્યક્રમ યશ્વી નવરાત્રિના ખેલૈયાઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. જે કાર્યક્રમ પણ નવરાત્રિ બાદ સુરતના સંગીત રસિકો માટે યાદગાર બની રહેશે એની અમે ખાતરી આપીએ છીએ.
યશ્વી નવરાત્રિ કે જેનુ સ્થળ છે (યશવી એસી ડોમ, ભગવાન મહાવીર કોલેજ સામેનું ગ્રાઉન્ડ, વીઆઇપી રોડ, વેસુ, સુરત) માં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

