- Health
- પાળતુ કૂતરાના ચાટવાથી આ મહિલાએ બે હાથ અને બે પગ ગુમાવ્યા; જાણો આ જીવલેણ રોગ વિશે
પાળતુ કૂતરાના ચાટવાથી આ મહિલાએ બે હાથ અને બે પગ ગુમાવ્યા; જાણો આ જીવલેણ રોગ વિશે
કૂતરાઓને માનવીના સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે. પાલતુ પ્રાણીઓ સાથે રમવું, તેમને પાળવું અને તેમને તમારા ચહેરા અથવા હાથ ચાટવા દેવા સામાન્ય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક કુતરાના ફક્ત ચાટવાથી પણ જીવલેણ ચેપ લાગી શકે છે? UKની 52 વર્ષીય મહિલા મનજીત સંઘા સાથે કંઇક આવું જ બન્યું હતું. જુલાઈ 2025માં, એક દિવસ તે સામાન્ય દિવસની જેમ કામ પરથી ઘરે પછી ફરી, તે થોડી અસ્વસ્થતા અનુભવતી હતી. પરંતુ બીજા જ દિવસે, તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે બેહોશ થઈ ગઈ. તેના હાથ અને પગ બરફ જેવા ઠંડા થઇ ગયા હતા, તેના હોઠ ભૂરા પડી ગયા હતા અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોકટરોએ તેને સેપ્સિસ હોવાનું નિદાન કર્યું, એક ખતરનાક સ્થિતિ જેમાં ચેપ પ્રત્યે શરીરની પ્રતિક્રિયા શરીરને નુકસાન પહોંચાડવા લાગે છે. સ્થિતિ એટલી ગંભીર હતી કે ડોકટરોએ તેના બંને પગ ઘૂંટણ નીચે અને બંને હાથ કાપી નાખવા પડ્યા. સારવાર દરમિયાન, તેને છ વખત કાર્ડિયાક અરેસ્ટ થયો અને અનેક ગૂંચવણોનો સામનો કરવો પડ્યો.
ડોક્ટરો માને છે કે ચેપ ત્યારે શરૂ થયો જ્યારે તેના પાલતુ કૂતરાએ તેના શરીર પર એક નાનો કટ અથવા શરીર પર પડેલા ઉઝરડાને ચાટ્યો હોય. કૂતરાની લાળમાં જોવા મળતું બેક્ટેરિયમ, કેપ્નોસાયટોફેગા કેનિમોરસસ, સામાન્ય રીતે કૂતરાઓ માટે હાનિકારક નથી હોતું, પરંતુ મનુષ્યો માટે તે ગંભીર ચેપ અને સેપ્સિસનું કારણ બની શકે છે.
સેપ્સિસ એક જીવલેણ સ્થિતિ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ચેપ પ્રત્યે વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા આખા શરીરમાં સોજા ચડી જાય છે અને સ્વસ્થ પેશીઓ અને અવયવોને નુકસાન પહોંચાડે છે.
ગંભીર કિસ્સાઓમાં, તે સેપ્ટિક શોક, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડા તરફ આગળ વધી શકે છે. આ સ્થિતિ અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનથી વંચિત રાખે છે અને મલ્ટી ઓર્ગન ફેલ્યોરનું જોખમ વધી શકે છે.
સેપ્સિસ કોઈપણ ચેપ દ્વારા થઈ શકે છે. સામાન્ય કારણોમાં શામેલ છે: ફેફસાંનો ચેપ (ન્યુમોનિયા), પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ, પેટ અથવા આંતરડાનો ચેપ, ત્વચા ચેપ, મગજ અથવા કરોડરજ્જુનો ચેપ.
મોટાભાગના કિસ્સાઓમાં, બેક્ટેરિયલ ચેપ કારણ છે, પરંતુ વાયરસ, ફૂગ અથવા બીજા જંતુઓ પણ તેના ફેલાવાને આગળ વધારી શકે છે.
સેપ્સિસ ઝડપથી વધી શકે છે. તેમાં કેટલાક સામાન્ય ચિહ્નો આ પ્રમાણે છે:- ખુબ વધારે તાવ અથવા શરીરનું તાપમાન ખૂબ ઓછું, હૃદયના ધબકારા ખુબ ઝડપી થવા, શ્વાસ ખુબ ઝડપી અથવા શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડાવી, ખૂબ ઓછો પેશાબ થવો, ખુબ વધારે થાક લગાવો, ત્વચા પર લાલ અથવા ઊંડા ધબ્બાઓ પડવા, લૉ બ્લડ પ્રેશર, ઠંડી લગાવી અથવા ધ્રુજારી આવવી, તીવ્ર દુખાવો થવો અથવા શરીરમાં બેચેની જેવું લાગવું. જો આ લક્ષણો અચાનક દેખાય, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.
સેપ્સિસની ગૂંચવણો: સેપ્ટિક શોક:- બ્લડ પ્રેશર ખતરનાક રીતે નીચા સ્તરે પહોંચી જાય છે. ARDS (તીવ્ર શ્વસન તકલીફ સિન્ડ્રોમ)-ફેફસામાં પ્રવાહી એકઠું થઇ જાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. DIC-અસામાન્ય લોહી ગંઠાઈ જવું અને વધુ પડતું રક્તસ્ત્રાવ. કિડની ફેલ્યોર:- ડાયાલિસિસની જરૂર પડી શકે છે. પોસ્ટ-સેપ્સિસ સિન્ડ્રોમ:- લાંબા સમય સુધી થાક, નબળાઇ, માનસિક તાણ અને કાયમી ઓર્ગન ફેલ્યોર.
શું સાવચેતી રાખવી જોઈએ?: જો ત્વચા પર કાપો પડેલો હોય અથવા વધારે પડતી ખંજવાળ આવતી હોય, તો પાલતુ પ્રાણીઓને શરીરના તે ભાગને ચાટવા ન દો. કોઈપણ નાના ઘાને તાત્કાલિક સાફ કરો અને તેને ઢાંકી દો. તાવ, ઠંડી અથવા અચાનક નબળાઇને અવગણશો નહીં. પાલતુ પ્રાણીઓ સાથે સ્વચ્છતાનું ધ્યાન રાખો.
નોંધ: સલાહ સહિતની આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે માન્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધારે જાણકારી માટે હંમેશા નિષ્ણાત ડોક્ટર અથવા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

