ઉંમર માત્ર એક આંકડો છે, 45 વર્ષના વ્યક્તિના પ્રેમમાં પડી 26 વર્ષની યુવતી

કહેવાય છે કે પ્રેમમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી, એકવાર પ્રેમ થઈ જાય તો ઉંમર માત્ર એક નંબર બની જાય છે. આવા જ એક કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમની ઉંમરમાં 19 વર્ષનો તફાવત છે. આમ છતાં બંને લોકો એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે.

અમેરિકામાં રહેતા કપલે તાજેતરમાં સગાઈ કરી છે. જો કે, સોશિયલ મીડિયા પર ઘણા લોકો કપલને ટ્રોલ કરી રહ્યા હતા અને તેમને નિશાન બનાવી રહ્યા હતા.

26 વર્ષની એમિલી ડાઉનિંગ એક નર્સ છે. તેનો બોયફ્રેન્ડ 45 વર્ષીય માઈકલ જસ્ટિન એક મોડલ છે. બંને 2 વર્ષથી રિલેશનશિપમાં છે. આ કપલે ટિકટોક પર તેમના રિલેશનશિપની કહાની જણાવી છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની ઉંમરના તફાવતને લઈ તેમની ટીકા કરી હતી. તો, એવા ઘણા લોકો હતા જેઓ તેમના સંબંધને ખુલીને સમર્થન આપતા જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું કે જો તમે બાળકોને લઈને કોઈ પ્લાનિંગ કરી રહ્યા છે તો તમારે જલ્દી કરવું જોઈએ.

એક યુઝરે લખ્યું - 'એક દિવસ તુ પણ 45 વર્ષની થઈશ, પછી તને ખ્યાલ આવશે કે કેટલું વિચિત્ર લાગે જ્યારે 45 વર્ષના વ્યક્તિને તેની અડધી ઉંમર વાળીમાં રસ છે.' આ કમેન્ટના જવાબમાં એમિલીએ કહ્યું, અમારા સંબંધોને બે વર્ષ થઈ ગયા છે અને અમારી સગાઈ પણ થઈ ગઈ છે.

તો, એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું - 'ઉંમર માત્ર એક નંબર છે. તમે બંને ખરેખર ખુશ દેખાઈ રહ્યા છો. તમે અદ્ભુત છો.' તો, એક વ્યક્તિએ લખ્યું - 'કેટલાક લોકોને આ વાતનો અહેસાસ નથી હોતો. પણ તમે એક મેચ્યોર વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હોવ તે સારું છે, કારણ કે તે 16 વર્ષના લોકો જેવી હરકતો નથી કરતા.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.