પેટમાં પહોંચીને દવા બની જાય છે માટલાનું પાણી, ડૉક્ટરે ગણાવ્યા ફાયદા

આજથી 20 વર્ષ અગાઉ મોટા ભાગના ઘરોમાં માટલું જોવા મળી જતું હતું. ધીરે ધીરે તેની જગ્યા નોર્મલ ફિલ્ટરે લઈ લીધી અને પછી ROનું પાણી સૌથી શુદ્ધ કહેવામાં આવવા લાગ્યું. બજારના દબાવમાં આપણે પ્રકૃતિએ આપેલા નેચરલ ફિલ્ટરને બેકાર સમજવા લાગ્યા. આયુર્વેદિક એક્સપર્ટ અને લેખક ડૉ. અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ, માટલાંનું પાણી દવાની જેમ કામ કરે છે. તે પ્રાકૃતિક રૂપે પાણીને શુદ્ધ બનાવે છે. જો તમે યોગ્ય રીતે માટલાંનો ઉપયોગ કરશો તો તે કોઈ પણ RO વૉટર ફિલ્ટરથી વધારે ફાયદાકારક સાબિત થશે.

ડૉ. અબરાર મુલ્તાની માટલાંના પાણીને કોઈ ઔષધિની જેમ માને છે કેમ કે તેના પાણીનું નેચર આલ્કલાઇન હોય છે એટલે કે તે પેટના અતિરિક્ત એસિડને શાંત કરવામાં મદદ કરે છે. આ કારણે ગેસ એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે. ગરમીમાં લૂ લાગવું ખૂબ ખતરનાક હોય છે જેના કારણે તાવ, ભ્રમ, ચક્કર આવવા કે બેહોશી થઈ શકે છે. માટલાના પાણીમાં કેટલાક મિનરલ ઉપસ્થિત હોય છે, જે શરીરના તાપમાનને નોર્મલ કરીને હિટસ્ટ્રોકથી બચાવે છે.

ડૉ. મુલ્તાની મુજબ, શરીરને હાઇડ્રેટ કરવા માટે ન ગરમ પાણી જોઈએ ન ઠંડુ. રૂમ ટેમ્પ્રેચર પર ઠંડુ થયેલું પાણી જ ડીહાઇડ્રેશનને દૂર કરી શકે છે. એટલે માટલાંનું પાણી જ ડિહાઈડ્રેશન દૂર કરી શકે છે. એટલે માટલાનું પાણી શરીરને હાઇડ્રેટ કરવા માટે બેસ્ટ છે. માટલાંને નેચરલ ફિલ્ટર માનવામાં આવે છે. આ ગંદકી અને દૂષિત કણોને પોતાના નાના નાના કાનમાં બ્લોક કરીને પાણીને શુદ્ધ બનાવે છે. તેની શુદ્ધતા વધારવા માટે તમારે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તમારે સૌથી પહેલા પાણીને 1 મિનિટ સુધી ઉકાળવું જોઈએ.

ત્યારબાદ પાણીને ઉતારીને ઠંડુ થવા દો. પછી તેને મતળાની અંદર સ્ટોર કરી લો. જરૂરિયાત પડવા પર તેનાથી પાણી કાઢો અને પાછા ઢાંકી દો. એક રિપોર્ટ મુજબ, માટલાંનું પાણી તેજ ગરમીમાં લૂથી બચાવવામાં મદદ કરે છે. માટીના વાસણોમાં પાણી રાખવાથી વિટામિન અને મિનરલ્સ શરીરના ગ્લુકોઝ લેવલને બનાવી રાખે છે જેથી શરીરને ઠંડક મળે છે. માટલાંનું પાણી પીવાથી પ્રતિરક્ષા પ્રણાલીને પણ પ્રોત્સાહન મળે છે. તો પ્લાસ્ટિકના વાસણોમાં પાણી રાખવા અને પીવાથી પાણી અશુદ્ધ થઈ જઈએ. એવામાં આપણે માટલાનું પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ વધી જાય છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.