- Loksabha Election 2024
- આટલી ઓછી સીટો પર ક્યારેય નથી લડી કોંગ્રેસ,છતા 2004 વાળા ફૉર્મ્યૂલાથી કેમ છે આશા?
આટલી ઓછી સીટો પર ક્યારેય નથી લડી કોંગ્રેસ,છતા 2004 વાળા ફૉર્મ્યૂલાથી કેમ છે આશા?

2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ 330 સીટો પર જ ઉમેદવાર ઉતારવાની છે. દેશના ચૂંટણી ઇતિહાસમાં એમ પહેલી વખત થશે, જ્યારે કોંગ્રેસ માત્ર આટલી સીટો પર જ ઉમેદવાર ઉતારી રહી છે. આ બાબતે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો કોંગ્રેસનું કહેવું છે કે આ અમારી નબળાઈ નહીં, પરંતુ રણનીતિ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે તો 20 વર્ષ જૂના 2004ની લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ત્યારે પણ અમે ગઠબંધનમાં ઉતર્યા હતા અને એ સમયમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે પોતાના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો લડી રહ્ય છીએ.
તેમણે કહ્યું કે, ત્યારે અમે પોતાના સાથીઓ માટે સીટો છોડી હતી અને જ્યારે પરિણામ આવ્યા તો તમે જોયું કે સરકાર બદલાઈ ગઈ. જો કે, આ આંકડો તો 2004ની તુલનામાં ખૂબ ઓછો છે. ત્યારે કોંગ્રેસે 417 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. ત્યારબાદ વર્ષ 2009માં તે 440 સીટો અને વર્ષ 2014માં 464 પર ઉતરી હતી. પછી વર્ષ 2019ની લોકસભાના ચૂંટણીમાં કોંગ્રેસે 421 સીટો પર જ ચૂંટણી લડી અને હવે આ સંખ્યા તેના ઇતિહાસની સૌથી ઓછી છે. જ્યારે લગભગ 330 સીટો પર ઉમેદવાર ઉતારવાની તૈયારી છે.
જયરામ રમેશે કહ્યું કે, એવું એટલે કેમ કે અમે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળ જેવા રાજ્યોમાં પોતાના સાથીઓ સાથે સીટોની સમજૂતી કરી રહ્યા છીએ. તમે મારા શબ્દોને યાદ રાખો. વર્ષ 2024માં પણ સ્થિતિ 2004 જેવી જ છે. અમે જાણીજોઇને આ સીટોમાં ઓછી સીટો લીધી છે. અમે ઈચ્છીએ છીએ કે એક પ્રભાવી ગઠબંધન તૈયાર થાય. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને INDIA ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળશે. અમને ચૂંટણી બાદ કોઈ બીજી પાર્ટી કે પછી NDAના ફ્લોપ સાથીઓની જરૂરિયાત નહીં હોય.
તેમણે કહ્યું કે, અમે તો પૂર્વોત્તર સુધી ભાજપ સાથે મુકાબલો કરવા માટે ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે, 2014થી વડાપ્રધાન મોદીના ઊભાર બાદ તેને ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર જેવા મોટા રાજ્યોમાં તેની ઉપસ્થિતિ ઓછી થઈ છે. એવી સ્થિતિમાં તે પોતાના મજબૂત ક્ષેત્રીય સહયોગીઓને વધુ સીટો આપી રહી છે. આ પાર્ટી ભાજપની તુલનામાં મજબૂત સ્થિતિમાં છે. એવામાં જો આ રાજ્યોમાં ભાજપને ઝટકો લાગે છે તો પછી કોંગ્રેસના નેતૃત્વવાળું INDIA ગઠબંધન ફાયદામાં રહેશે. મહત્ત્વની વાત એ છે કે આ જ રાજ્યોમાં લોકસભાની લગભગ 40 ટકા સીટો આવે છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Opinion
