કોઈને બહુમત ન મળે તો.., પરિણામ અગાઉ પૂર્વ જજોએ લખી રાષ્ટ્રપતિને ખુલ્લી ચિઠ્ઠી

હાઇ કોર્ટના 7 પૂર્વ ન્યાયાધીશોએ સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને એક ખુલ્લી ચિઠ્ઠી લખીને તેમની પાસે ‘સ્થાપિત લોકતાત્રિક પરંપરા’નું પાલન કરવા અને વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં અખંડિત જનાદેશ આવવાની સ્થિતિમાં ખરીદ-વેચાણને રોકવા માટે સૌથી મોટી ચૂંટણી અગાઉ ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવાનો આગ્રહ કર્યો. સેવાનિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઈ. ચંદ્રચૂડ અને મુખ્ય ચૂંટણી કમિશનરને પણ આગ્રહ કર્યો કે જો વર્તમાન સત્તાધારી સરકાર જનાદેશ ગુમાવે છે તો તેઓ સત્તાનું સુચારું હસ્તાંતરણ સુનિશ્ચિત કરીને સંવિધાનને કાયમ રાખે.

ખુલ્લી ચિઠ્ઠી પર મદ્રાસ હાઈકોર્ટના 6 પૂર્વ ન્યાયાધીશ જી.એમ. અકબર અલી, અરુણા જગદીશન, ડી. હરિપરન્થમન, પી.આર. શિવકુમાર, સી.ટી. સેલ્વમ, એસ. વિમલા અને પટના હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અંજના પ્રકાશના હસ્તાક્ષર છે. તેમણે કહ્યું કે, એ વાસ્તવિક ચિંતા છે કે જો વર્તમાન સત્તાધારી સરકાર જનાદેશ ગુમાવી દે છે તો સત્તાનું હસ્તાંતરણ સુચારું નહીં થઈ શકે અને સંવિધાનિક સંકટ ઉત્પન્ન થઈ શકે છે. પૂર્વ લોક સેવકોના કોન્સ્ટિટ્યૂશનલ કંડપ્ટ ગ્રુપ (CCG)ની 25 મેએ લખેલી ખુલ્લી ચિઠ્ઠીથી સહમતી વ્યક્ત કરતા પૂર્વ ન્યાયાધીશોએ કહ્યું કે, અમે ઉપરોક્ત નિવેદનમાં પરિકલ્પિત પરિદૃશ્યથી સહમત થવા માટે બાધ્ય છીએ.

ખંડિત જનાદેશની સ્થિતિમાં ભારતના રાષ્ટ્રપતિન ખભે ભારે જવાબદારીઓ આવી જશે. તેમાં કહેવામાં આવ્યું કે, અમને પૂરો ભરોસો છે કે તેઓ પહેલાથી સ્થાપિત લોકતાંત્રિક પરંપરાનું પાલન કરશે અને સૌથી વધુ સીટો જીતનાર ચૂંટણી-પૂર્વ ગઠબંધનને આમંત્રિત કરશે. સાથે જ તેઓ ખરીદ-વેચાણની સંભાવનાઓને પણ રોકવાનો પ્રયાસ કરશે. ચિઠ્ઠીમાં મુખ્ય ન્યાયાધીશ અને મુખ્ય ચૂંટણી કમિશનર પાસે એવી સ્થિતિમાં સંવિધાન કાયમ રાખવા અને સત્તાનું સુચારું હસ્તાંતરણ સુનિશ્ચિત કરવાનો પણ આગ્રહ કર્યો.

પૂર્વ ન્યાયાધીશોએ કહ્યું કે, અમે પોતાની ચિઠ્ઠીમાં એમ થતું જોઈ રહ્યા છીએ અને ચિઠ્ઠી લાખવા માટે બાધ્ય છીએ. ત્રિશંકુ સંસદની સ્થિતિમાં મુશ્કેલ જવાબદારીઓ રાષ્ટ્રપતિના ખભે પર રાખવામાં આવશે. પૂર્વ જજોએ કહ્યું કે, અમે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છીએ, જેમના કોઈ પણ રાજનીતિક પાર્ટી સાથે કોઈ સંબંધ નથી, પરંતુ સંવિધાનમાં નિહિત આદર્શો અને ચૂંટણી લોકતંત્રના મૂલ્યો પ્રત્યે દૃઢતાથી પ્રતિબંધ છીએ. હાલની અને વર્તમાન ઘટનાઓ પર ઊંડી પીડાથી 2024ની સંસદીય ચૂંટણીઓના સંબંધમાં આ ખુલ્લી ચિઠ્ઠી લખી રહ્યા છીએ.

About The Author

Related Posts

Top News

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો
Copyright (c) Khabarchhe All Rights Reserved.