- National
- આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ
આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ
-copy49.jpg)
પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ સરકારે શૈક્ષણિક સંસ્થાઓની 500 મીટરની અંદર અને શાળા-કૉલેજ કેન્ટિનમાં એનર્જી ડ્રિંક્સનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ, પંજાબના આરોગ્ય મંત્રીએ તેને લઈને મૌખિક આદેશ આપ્યા હતા. તેની સાથે જ, પંજાબ સરકારે નિર્ણય લીધો છે કે એનર્જી ડ્રિંક્સથી થતા નુકસાનને લઈને સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે અને સર્વેના પરિણામોના આધારે, આખા પંજાબમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગવાવનો પણ વિચાર કરી શકાય છે.

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, જે લોકો બાળકોને એનર્જી ડ્રિંક્સ આપશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર નશાને મૂળમાંથી નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેના માટે દરેક જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકાર અને પોલીસ સાથે મળીને નશાના તસ્કરો પર લગામ કસી રહ્યા છીએ. મોટા ડ્રગ તસ્કરોને પકડવાની તૈયારી છે અને કોઈને છોડવામાં નહીં આવે.
શુદ્ધ દૂધ, ચીઝ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે કડક પગલાં લીધાં છે. જે દુકાનદારો અને ઉદ્યોગપતિઓ સ્વચ્છ વસ્તુઓ વેચશે, તેમને સન્માનિત કરવામાં આવશે. તો ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માનસા જિલ્લામાં 'સિગ્નેચર' જેવી નશીલી કેપ્સ્યૂલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મેડિકલ દુકાનદારોની બેઠક બોલાવીને આ દવાઓનું વેચાણ બંધ કરવા કહેવામાં આવ્યું છે. જોકે, જ્યારે માનસા સિવિલ હોસ્પિટલની સ્થિતિ પર સવાલ પૂછવામાં આવ્યો તો આરોગ્ય મંત્રીએ માત્ર એટલું જ કહ્યું કે, તેના પર ધ્યાન આપવામાં આવશે અને હૉસ્પિટલોમાં સુવિધાઓ સારી કરવામાં આવશે.

પંજાબ સરકારના આરોગ્ય વિભાગ તરફથી પ્રભાવી રીતે લાગૂ કરવા માટે ડૉક્ટર સંદીપ ભોલાને નોડલ અધિકારીબનાવવામાં આવ્યા છે. આ યોજના પર અમલ કરવા અગાઉ રાજ્ય સરકાર તરફથીએક સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેના માધ્યમથી વેચતા એનર્જી ડ્રિંક્સ અને તેમાં કેફીનની માત્રા, બાળકો પર તેની પડતી અસરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પંજાબના અધિકારીઓના જણાવ્યા અનુસાર, AAP સરકાર સૈદ્ધાંતિક રીતે શાળાઓના 500 મીટરના દાયરામાં એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવા સહમતી આપી ચૂકી છે. આ પ્રતિબંધ લાગૂ કરવા માટે શું આધાર હશે અને આવું શા માટે કરવામાં આવશે તેની બધી તૈયારીને લઈને અત્યારે કામ ચાલી રહ્યું છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા દેશોમાં બાળકોને એનર્જી ડ્રિંક્સનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. એનર્જી ડ્રિંક્સને લઈને એવું સાબિત થઈ ચૂક્યું છે કે તે બાળકો માટે સારા નથી. આરોગ્ય મંત્રી ડૉ. બલબીર સિંહે ગયા મહિને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ અત્યંત નશાની લતવાળા પેય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
Top News
કેન્સર આપણને બધાને સ્પર્શે છેઃ USAના પૂર્વ રાષ્ટ્રપતિને ચોથા સ્ટેજનું કેન્સર, પહેલા પુત્ર અને પત્ની પણ...
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે
Opinion
