ન મકાન, ન દુકાન, PM મોદી પાસે છે 52920 રૂપિયા, પણ સંપત્તિ આટલા કરોડની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર (14 મેના રોજ) વારાણસીથી પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ ત્રીજી વખત અહીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મુખિયા હોવા છતા નરેન્દ્ર મોદી પાસે પોતાની સંપત્તિ લગભગ ન બરાબર છે. ચૂંટણી પંચમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ, વડાપ્રધાન મોદી પાસે માત્ર 52,920 રૂપિયા રોકડ છે. તેમાંથી પણ 24,920 રૂપિયા પહેલાના હતા અને 28,000 રૂપિયા નામાંકનના એક દિવસ અગાઉ જ બેંકમાંથી કાઢ્યા હતા.

જો સંપત્તિના હિસાબે જોવા જઈએ તો વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી તાકતવાન નેતાઓમાં સામેલ હોવા છતા ખિસ્સામાં કંઇ નથી. તેમની પાસે 2 બેંક અકાઉન્ટ છે. એક ગાંધીનગરમાં અને એક તેમના મતવિસ્તાર વારાણસીમાં. ગાંધીનગરની ભારતીય સ્ટેટ બેંક (SBI)માં વડાપ્રધાન મોદીના 73 હજાર રૂપિયા જમા છે અને વારાણસીવાળા અકાઉન્ટમાં માત્ર 7,000 રૂપિયા બેલેન્સ છે. બચત ખાતા સિવાય વડાપ્રધાન મોદીનું SBIમાં 2.85 કરોડ રૂપિયાનું ફિક્સ ડિપોઝિટ છે. એ સિવાય તેમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં 9,12,398 રૂપિયાનું રોકાણ કર્યું છે.

રોકડ સિવાય નરેન્દ્ર મોદી પાસે 45 ગ્રામ વજનની 4 સોનાની અંગૂઠીઓ છે, જેની કિંમત 2.67 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. આ પ્રકારે વડાપ્રધાન મોદી પાસે કુલ 3.02 કરોડ રૂપિયાની રોકડ (પૈસા અને સોનું) છે. પ્રોપર્ટીના નામ પર ઝીરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન તો કોઈ પોતાનું મકાન છે, ન ખેતીની જમીન છે, ન દુકાન વગેરેની જમીન કે સંપત્તિ છે. તેઓ દેશની જનતા માટે જીવે છે અને રાજનીતિક ગતિવિધિઓમાં સામેલ રહે છે. એફિડેવિટ મુજબ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વડાપ્રધાન મોદીની કુલ સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. તેમની સંપત્તિ ગયા વર્ષની 2.85 કરોડ રૂપિયાથી વધીને 3,07,68,885 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં તેમનું નેટવર્થના 22 લાખ રૂપિયાનો વધારો થયો છે.

વડાપ્રધાન પાસે 31 માર્ચ સુધી 1,52,480 રૂપિયાનું બેંક બેલેન્સ અને 36,900 રૂપિયાની રોકડ હતી. તેમની સંપત્તિમાં વધારો ગાંધીનગરની SBI શાખામાં તેમની જમા ફિક્સ ડિપોઝિટના કારણે થયો છે. SBI ગાંધીનગર NSC શાખાની FD આ વર્ષે 31 માર્ચ સુધી 1.83 કરોડ રૂપિયા હતી, જ્યારે ગયા વર્ષે એ 1.6 કરોડ રૂપિયા હતી. નામાંકન દાખલ કર્યા બાદ સોશિયલ મીડિયા મંચ X પર પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાશીના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર! વારાણસીથી સતત ત્રીજી વખત નામાંકન કરીને ખૂબ જ ઉત્સાહિત છું.

Related Posts

Top News

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.