ઈન્દોરમાં સુરતવાળી થશે? કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી ભાજપમાં જોડાયા

ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ BJPમાં જોડાઈ ગયા છે. BJPના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે.

કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું માનનીય PM નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, CM ડો. મોહન યાદવના નેતૃત્વમાં BJP અને પ્રદેશ પ્રમુખ V.D.શર્માએ સ્વાગત કર્યું.

અહીં તમને જણાવી દઈએ કે, ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. 29મી એપ્રિલે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કંઈ ખબર પડે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ 'ઓપરેશન' પાર પાડ્યું હતું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી પૂર્ણ થશે.

મધ્યપ્રદેશનું મિની મુંબઈ એટલે કે ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અક્ષય કાંતિ બામે 24 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટમાં બામે પોતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે, કોંગ્રેસના ઉમેદવાર પાસે કોઈ કાર નથી. તે 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે.

કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ પાસે 8.50 કરોડ રૂપિયાની જંગમ અને 46.78 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. વ્યવસાયે બિઝનેસમેન, બમની વાર્ષિક આવક રૂ. 2.63 કરોડ છે. તેની પાસે 41 કિલો ચાંદી અને 275 ગ્રામ સોનું પણ છે.

અક્ષય કાંતિ બમની પત્ની રિચા બમ પાસે 3 કિલો સોનું અને 9.3 કિલો ચાંદી છે. તે 21 કરોડ રૂપિયાની કુલ સંપત્તિની માલિક છે. તેમની પત્ની અને બે બાળકો સહિત સમગ્ર બમ પરિવારની કુલ સંપત્તિ 78 કરોડ રૂપિયા છે.

અક્ષય કાંતિ બમે ઈન્દોરની ડેલી કોલેજમાંથી CBSE બોર્ડનો અભ્યાસ કર્યો છે. પછી બમે મુંબઈની સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી B.Com કર્યું. આ પછી તેણે PMB આર્ટ એન્ડ લો કોલેજ, ઈન્દોરમાંથી LLBનો અભ્યાસ કર્યો. કાયદાના શિક્ષણ પછી, બમે શ્રી વૈષ્ણવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, ઇન્દોરમાંથી MBA અને શ્રીધર યુનિવર્સિટી, પિલાનીમાંથી મેનેજમેન્ટમાં Phd કર્યું.

અક્ષય કાંતિ બમે પોતાના માટે 3.63 કરોડ રૂપિયા અને પત્ની માટે 3.45 કરોડ રૂપિયાની લોન લીધી છે. જ્યારે અક્ષયે તેની પત્નીને 74 લાખ રૂપિયા અને પિતાને 10 લાખ રૂપિયાની લોન આપી છે. બમ પાસે રિયલ એસ્ટેટ ફર્મમાં રૂ. 2.63 કરોડની લોન છે. ઈન્દોરના તિલક નગર સ્થિત જર્નાલિસ્ટ કોલોનીના મકાનમાં હિસ્સો છે.

જ્યારે, BJPએ BJPનો ગઢ કહેવાતા ઈન્દોર સંસદીય ક્ષેત્રથી વર્તમાન સાંસદ શંકર લાલવાણીને ટિકિટ આપી છે. લાલવાણી પાસે 1.95 કરોડની સંપત્તિ છે.

તાજેતરમાં જ ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી BJPના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન એક દિવસ અગાઉ રિટર્નિંગ ઓફિસર દ્વારા રદ કરવામાં આવ્યું હતું. તેમના પ્રસ્તાવકોની સહીઓમાં અનિયમિતતા દર્શાવીને નામાંકન રદ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ થયા પછી બાકીના 8 ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આવી સ્થિતિમાં BJPના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણી પંચે તેમને વિજયનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.