શું મહારાષ્ટ્રમાં કોઈ બીજા જ નેતા બની જશે CM? આ 2 નેતાના નામ ચાલે છે ચર્ચામાં

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈમાં થઈ શકે છે અને શપથ ગ્રહણ સમારોહ આઝાદ મેદાન અથવા મહાલક્ષ્મી રેસ કોર્ટમાં થઇ શકે છે. પરંતુ, હજુ સુધી CMનું નામ નક્કી થયું નથી અને BJPએ હજુ ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવી નથી. આ બાજુ, CM એકનાથ શિંદે ઈચ્છે છે કે, BJP જલદીથી પોતાના નેતાની પસંદગી કરે, જેથી કેબિનેટને લઈને વાતચીત થઈ શકે. BJP દ્વારા CMના નામની જાહેરાતમાં વિલંબ થવાના કારણે એવી પણ અટકળો ચાલી રહી છે કે, શું કોઈ બીજું નવું નામ આવી શકે એમ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મહાયુતિના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન CM એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે અમિત શાહને મળ્યા હતા. અહેવાલ મુજબ, દાવો કરવામાં આવી રહ્યો છે કે, બેઠકમાં સંકેતો આપવામાં આવ્યા હતા કે CM BJPના પક્ષમાંથી જ હશે, પરંતુ CM કોણ હશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BJPએ 132 બેઠકો જીતી ત્યારથી જ દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા થવા લાગી છે. પરંતુ, BJPએ હજુ દેવેન્દ્ર ફડણવીસના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અમિત શાહ સાથેની બેઠકમાં પણ CM પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર કોઈ નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી ન હતી. આ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું BJP CM માટે કોઈ નવો ચહેરો જાહેર કરી શકે છે.

2014ની વિધાનસભા ચૂંટણીમાં જીત પછી, એકનાથ ખડસે અને ગોપીનાથ મુંડે સિવાય અન્ય ઘણા નામો ચર્ચામાં હતા, પરંતુ BJPએ આશ્ચર્યજનક રીતે દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાનો નિર્ણય કર્યો. ઉદ્ધવ સરકારના પતન પછી પણ દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ અચાનક એકનાથ શિંદેનું નામ CM માટે સામે આવ્યું. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસને એકનાથ શિંદેની સરકારમાં DyCM બનાવવામાં આવ્યા હતા. આ પહેલા પણ BJPએ ઘણા રાજ્યોમાં આ પ્રકારે આશ્ચર્ય સર્જ્યું છે. પરંતુ, સવાલ એ થાય છે કે, જો ફડણવીસ CM નહીં બને તો કોને તક મળશે? આ માટે બે નામો સામે આવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત CMની રેસમાં બીજું નામ ચંદ્રશેખર બાવનકુલેનું છે, જેઓ મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ છે. ચંદ્રશેખર બાવનકુલે કામઠી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે અને ચોથી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. ચંદ્રશેખર બાવનકુલે 2014 સુધી ફડણવીસ સરકારમાં ઉર્જા અને આબકારી મંત્રી હતા. ચંદ્રશેખર બાવનકુલે, જેઓ તેલી સમુદાયમાંથી આવે છે, તે વિદર્ભ પ્રદેશમાં બીજા નંબરની સૌથી મોટી OBC શ્રેણી છે. 2019ની ચૂંટણીમાં BJPએ બાવનકુલેની ટિકિટ રદ્દ કરી દીધી હતી, પરંતુ 12 ઓગસ્ટ, 2022ના રોજ તેમને મોટી જવાબદારી આપીને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પણ નજીકના માનવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુલે ઉપરાંત પુણે લોકસભા સીટના સાંસદ મુરલીધર મોહોલનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યું છે. 2024ની ચૂંટણીમાં તેઓ પહેલીવાર સાંસદ બન્યા અને પહેલીવાર મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું. લગભગ 3 દાયકા પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર મુરલીધર મોહોલ પુણેના મેયર પણ રહી ચૂક્યા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.