- National
- ઈન્ટરનેટ પર આ જગ્યાની ધૂમ, સર્ચમાં 1800 ટકાનો વધારો: MakeMyTirp સર્વેનો દાવો
ઈન્ટરનેટ પર આ જગ્યાની ધૂમ, સર્ચમાં 1800 ટકાનો વધારો: MakeMyTirp સર્વેનો દાવો
.jpg)
અયોધ્યાના રામ મંદિરે પ્રવાસીઓની વિચારસરણીમાં મોટો બદલાવ લાવ્યો છે. હવે લોકોમાં અયોધ્યા સહિત દેશના અનેક ધાર્મિક શહેરો વિશે જાણવાની ઈચ્છા વધી રહી છે. ઈન્ટરનેટ પર અયોધ્યા અને રામ મંદિરને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે સાધુ મહંત અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યા અને રામ મંદિરને લઈને ઈન્ટરનેટ સર્ચમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ઓનલાઈન ટ્રાવેલ કંપની MakeNyTripના સર્વે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યાની શોધમાં લગભગ 1800 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં આધ્યાત્મિક પર્યટનમાં નોંધપાત્ર વધારો થયો છે. કંપનીનો દાવો છે કે છેલ્લા બે વર્ષમાં તીર્થસ્થળની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં 97 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જો અયોધ્યાની વાત કરીએ, તો તેની શોધમાં 1806 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
માત્ર અયોધ્યાની યાત્રા જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સર્ચ લિસ્ટમાં પણ વધારો થયો છે. દુનિયામાં 5 દેશ એવા છે, જેમાં અયોધ્યાનો સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આમાં અમેરિકા 22.5 ટકા સાથે સર્વોચ્ચ સ્થાને છે, ગલ્ફ દેશો 22 ટકા સાથે બીજા સ્થાને છે. આ સાથે કેનેડા 9.3 ટકા સાથે ત્રીજા સ્થાને છે. નેપાળ 6.6 ટકા સાથે ચોથા સ્થાને અને ઓસ્ટ્રેલિયા 6.1 ટકા સાથે પાંચમા સ્થાને છે. આ સર્ચ ડેટા 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2024 વચ્ચેનો છે.
છેલ્લા બે વર્ષમાં અયોધ્યા સર્ચ લિસ્ટનું વલણઃ અયોધ્યા- 585 ટકા, ઉજ્જૈન- 359 ટકા, બદ્રીનાથ- 343 ટકા, અમરનાથ- 329 ટકા, કેદારનાથ- 322 ટકા, મથુરા- 223 ટકા, દ્વારકાધીશ- 193 ટકા, શિરડી- 181 ટકા, હરિદ્વાર- 117 ટકા, બોધ ગયા- 114 ટકા.
Interest in spiritual tourism in India is seeing a massive boost. Here’s a look at some exciting statistics. #SpiritualTourismOnTheRise pic.twitter.com/P7mhF30XEy
— MakeMyTrip (@makemytrip) January 12, 2024
મેક માય ટ્રિપ અનુસાર, અયોધ્યામાં રામ મંદિર બનાવવાના નિર્ણય પછી આ સ્થળ વિશે જાણનારા લોકોની સંખ્યા આસમાને પહોંચી ગઈ છે. જેમ જેમ રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ અયોધ્યા વિશે શોધ કરનારા લોકોની સંખ્યામાં 1806 ટકાનો વધારો થયો છે. અયોધ્યા વિશે સૌથી વધુ સર્ચ 30 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ દિવસે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત PM નરેન્દ્ર મોદીએ અયોધ્યાના નવીનીકરણ કરાયેલા રેલવે સ્ટેશનથી બે નવી અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.