Video: CM હેલ્પલાઇનમાં ફરિયાદ કરતા પોલીસે ફરિયાદીને દોડાવી-દોડાવીને માર્યો

મધ્ય પ્રદેશના કટની જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ સીએમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી તો તેને પોલીસકર્મી ઘરેથી લઇને પોલીસ સ્ટેશન સુધી માર મારતા લઇ ગયા. પોલીસકર્મી તેની ફરિયાદથી એટલા ભડકી ગયા કે તેને પોલીસ સ્ટેશનમાં પણ દંડા અને લાતોથી માર માર્યો. આ ઘટના સામે આવતા જ પોલીસ પ્રશાસનમાં હલ્લો મચી ગયો હતો. કટની એસપીએ મામલાને લઇને તાત્કાલિક એક્શન લીધી. તેમણે તપાસ કરાવી તો બે પોલીસકર્મી દોષી મળી આવ્યા. દોષી મળી આવ્યા બાદ એસપીએ તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પીડિત વ્યક્તિનું નામ ભારત પટેલ છે અને તેની ઉંમર 38 વર્ષ છે. તે ધુરી ગામમાં રહે છે. તેણે જણાવ્યું કે, ગામના પૂર્વ સરપંચ ગોવિંદ સોની અને તેના પરિવારના સભ્યો અવાર નવાર તેની સાથે દુર્વ્યવહાર કરે છે. તેઓ નાની-નાની વાત પર વિવાદ કરવા માટે આવી જાય છે. તેમના પરિવારના વિજય સોની, ગોલૂ સોની ને ગોવિંદ દરેક સમયે મારામારી કરવા માટે તૈયાર રહે છે. તેમણે થોડાં દિવસ પહેલા જ મારામારી કરી હતી.

તેણે જણાવ્યું કે, તેણે આ મામલાની સાથોસાથ એક અન્ય મામલાની પણ સીએમ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું કે, તેની પાસે જમીન નથી તેમ છતા સહકારિતા સમિતિએ તેની પત્નીના નામ પર ચાલીસ હજાર રૂપિયાની રિકવરી કાઢી છે. તેને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મળ્યું છે પરંતુ, તેને રકમ આપવામાં નથી આવી રહી. ભારત પટેલે જણાવ્યું કે, તેણે પહેલા પોલીસ પાસે આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ, જ્યારે પોલીસે તેની ફરિયાદ ના સાંભળી તો ત્યારબાદ તેણે સીએમ હેલ્પલાઇનનો સહારો લીધો.

પીડિતે જણાવ્યું કે, એક દિવસ ડાયલ 100 ના બે પોલીસવાળા ઘરે આવ્યા. તેમણે ઘરમાં આવતા જ મોબાઇલ માંગ્યો અને મારામારી કરવા માંડ્યા. તેઓ તેને ઘરેથી મારતા-મારતા ખેંચીને ઘરમાંથી બહાર લઈ આવ્યા. ત્યારબાદ ફરી માર માર્યો અને ગાડીમાં બેસાડી દીધો. પોલીસવાળાઓ તેને પોલીસ સ્ટેશન લઇ ગયા અને ત્યાં ફરી તેને માર માર્યો. તેને ટેબલ પર ઊંધો ઊભો રાખી દીધો અને બૂટથી મારવા માંડ્યા. થોડીવાર બાદ પોલીસવાળાઓએ દંડા વડે માર મારવાનો શરૂ કરી દીધો.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.