ઘર બનાવવું થશે સસ્તું, સળિયા પછી હવે સીમેન્ટ અને ઇંટના ભાવ પણ ઘટ્યા

પોતાનું ઘર બનાવવાનું સપનું જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. નીચી માંગ, સુસ્ત રિયલ એસ્ટેટ સેક્ટર અને સરકારના હસ્તક્ષેપને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ મટિરિયલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. થોડા મહિના પહેલા સુધી જે સળિયાના ભાવ આકાશને આબતા હતા તે હવે નીચે આવી ગયા છે. આ સાથે સિમેન્ટ અને ઈંટના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ કારણોને લીધે, ડ્રીમ હોમનું સ્વપ્ન સાકાર કરવાનો શ્રેષ્ઠ સમય બની ગયો છે.

સરકારે તાજેતરમાં જ સ્ટીલ પરની નિકાસ ડ્યુટી વધારી હતી. આ કારણે સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવમાં ભારે ઘટાડો થયો છે. આ પણ સળિયાની કિંમતમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે. આ સિવાય દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે બાંધકામની ગતિવિધિઓ ઘટી છે, જેના કારણે માંગ પર અસર પડી છે.

માર્ચ-એપ્રિલ દરમિયાન સળિયાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં ફરી તેજી જોવા મળી રહી છે, પરંતુ તે હજુ પણ માર્ચ-એપ્રિલની સરખામણીએ થોડા સસ્તા છે.

સ્ટીલ મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલની શરૂઆતમાં TMT સળિયાનીની છૂટક કિંમત 75,000 રૂપિયા પ્રતિ ટનની આસપાસ હતી, જે 15 જૂનના રોજ ઘટીને 65 હજાર પ્રતિ ટન થઈ ગઈ. એપ્રિલમાં એક સમયે સળિયાના ભાવ 82,000 રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચી ગયા હતા. જે હવે ઘટીને 50 થી 55 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયા છે. આનો અર્થ એ થયો કે એપ્રિલના રેકોર્ડ હાઈ કરતાં સળિયાનો ભાવ લગભગ 30 હજાર રૂપિયા પ્રતિ ટન ઓછો છે.

છેલ્લા કેટલાક મહિનામાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ બ્રાન્ડેડ સળિયાના ભાવમાં પણ ભારે ઘટાડો થયો છે. માર્ચ 2022માં, બ્રાન્ડેડ સળિયાનો દર ટન દીઠ રૂ. 1 લાખની નજીક પહોંચી ગયો હતો, જે હવે ઘટીને રૂ. 80-85 હજાર પ્રતિ ટન પર આવી ગયો છે.

ભૌગોલિક-રાજકીય તણાવ સહિતના અન્ય પરિબળોને કારણે કાચા માલના ભાવમાં તીવ્ર વધારો થયો હતો, જેની સીધી અસર સ્થાનિક સ્તરે સિમેન્ટના ભાવ પર પડી હતી. એપ્રિલમાં એક સમયે સિમેન્ટની 50 કિલોની બોરી 450 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. અત્યારે તેની કિંમત 400 રૂપિયા પ્રતિ બોરી આસપાસ છે. અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટની કિંમત રૂ. 385 છે જ્યારે ACC સિમેન્ટની કિંમત રૂ. 370 પ્રતિ થેલી છે. પહેલા બિરલા ઉત્તમ સિમેન્ટની એક બોરી 400 રૂપિયામાં મળતી હતી, હવે તેની કિંમત ઘટીને 380 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે, બિરલા સમ્રાટની કિંમત 440 રૂપિયાથી ઘટીને 420 રૂપિયા પ્રતિ થેલી અને ACCની કિંમત 450 રૂપિયાથી ઘટીને 440 રૂપિયા પ્રતિ થેલી થઈ ગઈ છે. સામાન્ય સિમેન્ટ હવે 315 રૂપિયા પ્રતિ બોરી મળી રહી છે. ડીઝલ-પેટ્રોલના ભાવ સ્થિર થવાના કારણે સિમેન્ટના ભાવ નરમ પડ્યા છે.

ઇંટના ભાવની વાત કરીએ તો અત્યારે દિલ્હીમાં તેની કિંમત 1-2 હજાર રૂપિયા પ્રતિ હજાર યુનિટ ઘટી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં ઈંટોનો વેપાર કરતી કંપની DBF બ્રિક્સ અનુસાર, દિલ્હીમાં એક નંબરની 1000 ઈંટો 5500 રૂપિયામાં મળી રહી છે. એ જ રીતે બે નંબરની હજાર ઇંટોની કિંમત રૂ. 4500 અને ત્રીજા નંબરની હજાર ઇંટોની કિંમત રૂ. 3500 છે. સોફ્ટ અબ્બાલ વેરાયટીની હજાર ઈંટોની કિંમત 5,200 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, યુપી બ્રિક્સ 5,300 રૂપિયા પ્રતિ હજાર યુનિટ અને હરિયાણા બ્રિક્સ 5,500 રૂપિયા પ્રતિ હજાર યુનિટના ભાવે ઉપલબ્ધ છે.

Related Posts

Top News

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.