દંગાખોરોએ સળગાવી દીધી મહિલા જજની કાર, 3 વર્ષની દીકરી સાથે બસ સ્ટેન્ડમાં..

હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની વ્રજમંડળ જળાભિષેક યાત્રા પર હુમલા દરમિયાન ભીડે નૂહના એક એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM)ની ગાડી પર હુમલો કરીને તેમાં આગ લગાવી દીધી હતી. જો કે, આ હુમલામાં જજ અને તેમની 3 વર્ષીય દીકરી બાલ-બાલ બચી ગયા. એક FIRથી આ વાતનો ખુલાસો થયો છે. નૂહ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ACJM અંજલિ જૈનની ગાડી પર સોમવારે હુમલાવરોએ પથ્થરમારો અને ગોળીબારી કરી, જેના કારણે તેમણે અને તેમની દીકરી પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું.

જજ, તેમની દીકરી અને કર્મચારીઓને નૂહના જૂના બસ ટેશનના એક વર્કશોપમાં શરણ લેવું પડ્યું, ત્યારબાદ કેટલાક વકીલોએ બચાવ્યા. નૂહ ACJMના કોર્ટમાં પ્રોસેસર સર્વર (કાયદાકીય કાર્યવાહીમાં ઉપક્ષિત પક્ષોને કાયદાકીય દસ્તાવેજ આપનાર વ્યક્તિ)ના રૂપમાં કામ કરનારા ટેકચંદની ફરિયાદ પર અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. FIR મુજબ, સોમવારે બપોરે લગભગ 1:00 વાગ્યે ACJM, તેમની 3 વર્ષીય દીકરી અને ગનમેન સિયારામ પોતાની ફોક્સકોનવેગન કારથી દવા ખરીદવા માટે નલહર સ્થિત SKM મેડિકલ કોલેજ ગયા હતા.

બપોરે 2:00 વાગ્યે જ્યારે તેઓ મેડિકલ કોલેજથી પાછા ફરી રહ્યા હતા, તો દિલ્હી અલવર રોડ પર જૂના બસ સ્ટેશન પાસે લગભગ 100-150 દંગાકારીઓએ તેમના પર હુમલો કરી દીધો. તેઓ પથ્થરમારો કરી રહ્યા હતા. કેટલાક પથ્થર કારના પાછલા કાચમાં લાગ્યા અને દંગાકારીઓએ વિસ્તારમાં ગોળીઓ ચલાવી. આ ચારેય કાર રોડ પર છોડીને જીવ બચાવવા માટે ભાગ્યા. અમે જૂના બસ સ્ટેશનના એક વર્કશોપમાં છુપાઈ ગયા અને ત્યારબાદ કેટલાક વકીલોએ અમને બચાવ્યા.

આગામી દિવસે જ્યારે હું કાર જોવા ગયો તો મને ખબર પડી કે દંગાકારીએ તેને સળગાવી દીધી હતી. કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે કહ્યું કે, જો એક જજ સાથે એવું થઈ શકે છે તો ભાજપ શાસિત હરિયાણામાં સામાન્ય માણસ કેટલો સુરક્ષિત? હરિયાણામાં કાયદા વ્યવસ્થા પૂરી રીતે ધ્વસ્ત! વધુ એક ભાજપ રાજ્ય ધૂ ધૂ સળગી રહ્યું છે. પોલીસે IPCની કલમ 148 (દંગા), 149 (ગેરકાયદેસર સભા), 435 (નુકસાન પહોંચાડવાના ઇરાદાથી આગ લગાવવી), 307 (હત્યાનો પ્રયાસ) અન શસ્ત્ર અધિનિયમ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નૂહમાં હિન્દુ સંગઠનોએ દર વર્ષની જેમ આ વખત પણ 31 વૃજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. પ્રશાસન પાસે તેની મંજૂરી પણ લેવામાં આવી હતી. સોમવારે વૃજમંડળ યાત્રા દરમિયાન તેના પર પથ્થરમારો થઈ ગયો હતો. જોત જોતમાં તે બે સમુદાયોમાં હિંસામાં બદલાઈ ગઈ. સેકડો કારોને આગ લગાવી દેવાં આવી. સાઇબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગ પણ થઈ. એ સિવાય એક મંદિરમાં સેકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા. પોલીસની દખલઅંદાજી બાદ લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા. પોલીસ પર પણ હુમલો થયો.

નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ફાયરિંગ થઈ. વાહનોને આગના હવાલે કરી દેવામાં આવ્યા. ત્યારબાદ હિંસાની આગ ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી પહોંચી ગઈ. આ હિંસામાં 6 લોકોના મોત થયા છે. પોલીસ અત્યાર સુધી 116 લોકોની ધરપકડ કરી ચૂકી છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 16 અર્ધસૈનિક બળ અને 30 હરિયાણા પોલીસ કંપનીઓ નૂહમાં તૈનાત છે. હિંસાને લઈને 44 FIR નોંધવામાં આવી છે. નૂહમાં લગભગ 120 વાહનોમાં તોડફોડ થઈ. તેમાંથી 50 વાહનોમાં આગ લગાવવામાં આવી, જેમાં 8 પોલીસના વાહન હતા.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.