BJPનો ચૂંટણી ઢંઢેરો GYAN (જ્ઞાન) પર આધારિત હશે, જાણો શું છે આ 4 શબ્દોનો અર્થ

લોકસભાની ચૂંટણી શરૂ થવામાં હવે ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં તમામ પાર્ટીઓ જલ્દી જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BJPનો મેનિફેસ્ટો GYAN (જ્ઞાન) પર આધારિત હશે. જ્ઞાનના 4 શબ્દોનો અર્થ, G એટલે ગરીબ, Y એટલે યુવાની, A એટલે અન્નદાતા અને N એટલે સ્ત્રી શક્તિ. આગામી પાંચ વર્ષ સુધી સત્તામાં આવીને BJP લોકો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ પર કામ કરવા માંગે છે. BJPએ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી હતી. જેમાં વિકસિત ભારતનો એજન્ડા અને રૂપરેખા તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી.

BJPના આઠ કેન્દ્રીય પ્રધાનો અને ચાર CM ઉપરાંત, BJPની ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં ઘણા ભૂતપૂર્વ CMનો પણ સમાવેશ થાય છે. આ સમિતિની પ્રથમ બેઠક 1 એપ્રિલના રોજ મળી હતી. ત્યારપછી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, BJPને તેની મિસ્ડ કોલ સર્વિસ દ્વારા 3.75 લાખથી વધુ સૂચનો મળ્યા છે અને PM નરેન્દ્ર મોદીની એપ (NaMo) પર લગભગ 1.70 લાખ સૂચનો મળ્યા છે.

પીયૂષ ગોયલે કહ્યું હતું કે, 'બેઠકમાં 2047 સુધી વિકસિત ભારતની બ્લુપ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. અમારા ઢંઢેરામાં લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી PM નરેન્દ્ર મોદી પરનો તેમનો વિશ્વાસ અને તેમની પાસેથી તેમની અપેક્ષાઓ દર્શાવે છે.' BJPના નેતાએ કહ્યું હતું કે, લોકો તરફથી મળેલા તમામ સૂચનોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવશે અને પછી સમિતિની આગામી બેઠકમાં તેમની પર ચર્ચા કરીને તેને ઉકેલવામાં આવશે. PM નરેન્દ્ર મોદી ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે તેમની સરકારની પ્રાથમિકતાઓને સતત હાઈલાઈટ કરતા હોવાથી, શાસક પક્ષ તેમને સંબંધિત મુદ્દાઓને મહત્વ આપે તેવી શક્યતા છે.

સમિતિના સહ-સંયોજક ગોયલે જણાવ્યું હતું કે, દેશના 3,500 વિધાનસભા ક્ષેત્રોમાં 916 વિડિયો વાન પણ ચલાવવામાં આવી હતી, જે લોકો સુધી પહોંચે છે અને મેનિફેસ્ટો માટે તેમના મંતવ્યો માંગે છે. BJPએ શનિવારે લોકસભા ચૂંટણી માટે 27 સભ્યોની મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણને કન્વીનર અને ગોયલને કો-કન્વીનર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાનો અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખર ઉપરાંત, સમિતિમાં પક્ષ શાસિત રાજ્યોના CM અને કેટલાક ભૂતપૂર્વ DyCMનો પણ સમાવેશ થાય છે. CMમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના CM મોહન યાદવ, આસામના CM હિમંતા વિશ્વ શર્મા અને છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાઈનો સમાવેશ થાય છે. પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજે પણ તેમાં સામેલ હતા.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.