એન્ટી પેપર લીક બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ, '10 વર્ષની જેલ, 1 કરોડ રૂપિયા દંડ...'

કેન્દ્ર સરકારે છેતરપિંડી વિરોધી કાયદાને કડક બનાવવાની તૈયારી કરી છે. સરકાર જાહેર પરીક્ષા (અન્યાયી ઉપાયો નિવારણ) અધિનિયમ, 2024માં કેટલાક સુધારા કરવાની તૈયારી કરી રહી છે. આજે, 24 જુલાઈના રોજ કેબિનેટની બેઠક યોજાવાની છે, જેમાં આ સુધારાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ અગાઉ, PM નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, સરકાર 23 જુલાઈના રોજ નક્કર પગલાં લેશે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નવા સુધારાઓ પછી પેપર લીકના દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની સજા કરશે. વર્તમાન નિયમો હેઠળ, સજા 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, કેબિનેટની મંજૂરી મળ્યા પછી, સરકાર ચોમાસા સત્રના બીજા અઠવાડિયામાં 'પરીક્ષા સુધારા બિલ' રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

Government-Paper-Leak1
bhaskarenglish.in

23 જુલાઈના રોજ NEET પેપર લીક અંગે ચર્ચા કરવા માટે PM નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. તેમના સંદેશમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર બીજા દિવસે સવારે કડક કાર્યવાહી કરશે. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સજા વધારવા માટે કેબિનેટની બેઠક યોજાશે, ત્યારપછી ગૃહમાં બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ આ અગાઉ કહ્યું હતું કે, પેપર લીક સંબંધિત કેસોની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. તેમણે આ માટે વિભાગોને સૂચનાઓ પણ મોકલી આપી હતી. હવે, સૂત્રોએ જણાવ્યું છે કે, આ મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ફાસ્ટ-ટ્રેક કોર્ટને વધુ સત્તાઓ પણ આપવામાં આવી શકે છે.

Government-Paper-Leak3
naidunia.com

એક તરફ જ્યારે રાજકીય નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે. રાહુલ ગાંધીએ પણ તેમની માંગને ટેકો આપ્યો છે. રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીના વીડિયો સંદેશ પર પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'વિદ્યાર્થીઓનું અપમાન ન કરો, ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ કરો.' આ વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારે તેમની કેટલીક માંગણીઓ સ્વીકારી લીધી છે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.