આ રાજ્યના CMએ સમાપ્ત કર્યુ VIP કલ્ચર, સિગ્નલ પર રોકાશે કાફલો, લોકોને મળશે...

On

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઐતિહાસિક નિર્ણય લેતા VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં મોટી પહેલ કરી છે. તેમણે DGPને નિર્દેશ આપ્યા છે કે મુખ્યમંત્રી પણ હવે સામાન્ય વ્યક્તિની જેમ ટ્રાફિકમાં ચાલશે. ચોક પર લાલબત્તી થવા પર તેમનો પણ કાફલો સામાન્ય લોકોની જેમ જ રોકાશે. મુખ્યમંત્રીની પહેલ પર લેવામાં આવેલા આ નિર્ણયથી જનતાને VIP મૂવમેન્ટ દરમિયાન થતા જામથી મુક્તિ મળશે. પહેલા જામમાં ફસાવાના કારણે ગંભીર દર્દીઓને સમસ્યા થતી હતી.

ભજનલાલ શર્માની સંવેદનશીલતાથી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેઓ પણ લાલબત્તી થવા પર રોડ પર રોકાશે. સરકારના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે અતિ વિશિષ્ટ લોકોની અવર-જવર દરમિયાન સામન્ય વ્યક્તિ અને ગંભીર દર્દીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીએ બુધવારે આ નિર્ણય લીધો. મુખ્યમંત્રીએ બુધવારે રાજસ્થાનના DGP યુ.આર. સાહુને આ નિર્ણયના સંબંધમાં નિર્દેશ આપ્યા. જો કે, મુખ્યમંત્રીને પ્રદાન કરવામાં આવેલો સુરક્ષા ઘેરો યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ VIP કલ્ચર સમાપ્ત કરવાના હિમાયતી રહ્યા છે. એવામાં સાંગાનેરથી ધારાસભ્ય ભજનલાલ શર્માની આ પહેલને રાજસ્થાનમાં VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

DGP યુ.આર. સાહુએ જણાવ્યું કે, મુખ્યમંત્રીને પ્રદાન કરવામાં આવેલા સુરક્ષા કવરમાં કોઈ બદલાવ નહીં થાય. VIP વ્યક્તિની અવર-જવર દરમિયાન નવી વ્યવસ્થાનો નિર્ણય સામાન્ય લોકો અને દર્દીઓને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એ પણ નક્કી કર્યું કે તેઓ જઇ રહ્યા હોય અને લાલબત્તી થાય છે, તો તેમનો કાફલો લાલબત્તી પર રોકાશે. તેના માટે પણ DGPને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. તો DGPએ મુખ્યમંત્રી તરફથી મળેલા આદેશ બાબતે જયપુર પોલીસ કમિશનરને જાણકારી આપીને પ્લાન બનાવવા કહ્યું છે.

ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્માને ભાજપે પહેલી વખત જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત સીટથી ચૂંટણી લડાવી. પહેલી વખત જ ચૂંટણી જીત્યા બાદ તેમને સીધા જ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. આ અગાઉ તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહ્યા છે. RSS અને ABVP સાથે જોડાયેલા રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ચૂંટણી લડાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ મુખ્યમંત્રી પદ માટે વસુંધરા રાજેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ પાર્ટી હાઇકમાને ભજનલાલ શર્માનું નામ આગળ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.