પગ પર 3 કલાક ફેણ ફેલાવીને બેઠો કોબરા સાંપ, મહિલા કરતી રહી ભગવાન શિવની આરાધના..

ઉત્તર પ્રદેશના મહોબામાં હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. ઘરમાં બેઠી એક મહિલાના પગો પાસે આવીને કોબરા સાંપ બેસી ગયો અને 3 કલાક સુધી લપેટાઈ રહ્યો. જો કે, આ દરમિયાન સાંપે તેને નુકસાન તો ન પહોંચાડ્યું, પરંતુ ફેણ ઉઠાવીને એ જ સ્થિતિમાં પગ પર પડ્યો રહ્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના મહોબાના ડહર્રા ગામની છે. કોબરા મહિલાના પગ પર 3 કલાક સુધી બેસી રહ્યો, આ દરમિયાન મહિલા પ્રાણ બચાવવા માટે હાથ જોડીને ભગવાન શિવની આરાધના કરતી રહી.

કલાકો સુધી મહિલાના પગો સાથે લપેટાઈ રહ્યા બાદ સાંપે તેને કોઈ નુકસાન ન પહોંચાડ્યું. આ દરમિયાન મહિલાના પરિવારજનોએ ડાયલ 112 પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે મદારીને બોલાવીને મહિલાનો જીવ બચાવ્યો. થોડા દિવસ અગાઉ જ રાજસ્થાનના કોટા શહેરમાં એક વ્યક્તિના ઓશિકા નીચે કિંગ કોબરા આરામ કરી રહ્યો હતો. જેવું જ એ વ્યક્તિએ ઓશિકું હટાવ્યું, નીચેથી વિશાળકાય કોબરા સાંપ બહાર આવી ગયો, જેને જોઈને તે પૂરી રીતે ડરી ગયો હતો.

કોબરા સાંપની લંબાઈ 5 ફૂટ કરતા પણ વધુ હતી. ઓશિકા નીચે કોબરા સાંપ નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ઘટના કોટાના ભામાશાહ મંડીની હતી. કોબરા સાંપ દુકાનમાં ઘૂસીને બેડ પર રહેલા ઓશિકા નીચે જઈને છુપાઈ ગયો હતો. જ્યારે મજૂર દુકાનમાં ઊંઘવા પહોંચ્યો તો ઓશિકા નીચે સાંપને જોઈને તેના હોશ ઊડી ગયા. તેઓ ડરના માર્યા ત્યાંથી ભાગી આવ્યા. દુકાનમાં કામ કરનારા મજૂરે જણાવ્યું કે, ઓશિકું હટાવતા જ સાંપ ફેણ ફેલાવીને ઊભો થઈ ગયો. તેને જોઈને શ્વાસ ફૂલી ગયા અને ઘટનાસ્થળથી ભાગી ગયા. ત્યારબાદ વન અધિકારીની મદદથી કોબરાને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો.

સ્નેક એક્સપર્ટ બતાવે છે કે મહિલાએ ખૂબ જ સૂઝબૂઝનો પરિચય આપ્યો. પગમાં સાંપ લપેટાવા પર જો તે વધુ ભાગદોડ કે પછી તેને મારવાનો પ્રયાસ કરતી તો સાંપ તેને ડંખ મારી શકતો હતો. હકીકતમાં સાંપો બે જ સ્થિતિમાં ડંખ મારે છે, જ્યારે તેમને પોતાના જીવનું જોખમ રહે છે કે પછી તેમણે કોઈ છેડછાડ કરે છે. આ મહિલા શાંતિથી બેસી રહી એટલે સાંપે કશું જ ન કર્યું અને શાંત રહ્યો. ત્યારબાદ તેનું પ્રેમથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.