- National
- કેરળમાં સ્ટેજ પર PM મોદીએ જેની સાથે હાથ મિલાવ્યા તે જોઈ કોંગ્રેસની ઊંઘ ઉડી ગઈ, જાણો શું કટાક્ષ કર્યો...
કેરળમાં સ્ટેજ પર PM મોદીએ જેની સાથે હાથ મિલાવ્યા તે જોઈ કોંગ્રેસની ઊંઘ ઉડી ગઈ, જાણો શું કટાક્ષ કર્યો

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. PM મોદીએ મંચ પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને કેરળના CM P વિજયનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શશિ થરૂરને અહીં જોઈને કેટલાક લોકોની ઊંઘ ઉડી જશે. ખાસ વાત એ હતી કે PM મોદીએ સ્ટેજ પર ફક્ત શશિ થરૂર સાથે હાથ મિલાવ્યા અને બાકીના લોકોનું દૂરથી અભિવાદન કર્યું.
આને કોંગ્રેસના સાંસદ શશી થરૂરની BJP સાથે વધતી નિકટતા સાથે જોડવામાં આવી રહી છે. આ મંચ પર PM મોદીએ શશિ થરૂરનું નામ લીધું. તેમણે કહ્યું કે, આજના કાર્યક્રમ અને તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની હાજરી ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે. સંદેશ ત્યાં પહોંચી ગયો છે, જ્યાં તેને પહોંચવાનો હતો.

PM મોદીનો સીધો ઈશારો કોંગ્રેસ તરફ હતો. થરૂર તિરુવનંતપુરમથી ચાર વખત સાંસદ રહ્યા છે. શશિ થરૂરનું નામ જાહેરમાં લેવું અને તેમની સાથે હાથ મિલાવવો એ કેરળના રાજકારણમાં એક નવા વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. શશિ થરૂરે કોંગ્રેસમાં પોતાના વર્તમાન પદ પર જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને કેરળમાં, તેઓ પક્ષના રાજ્ય નેતૃત્વથી અલગ પોતાનું કદ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
https://twitter.com/ShashiTharoor/status/1917990471890002166
ફ્લાઇટ મોડી પડી હોવા છતાં, થરૂરે તિરુવનંતપુરમ એરપોર્ટ પર PM નરેન્દ્ર મોદીનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું. એરપોર્ટ પરનો તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. થરૂરે પોતે પણ પોતાના એકાઉન્ટ પરથી તેને શેર કર્યું છે. થરૂરે કેરળમાં કોંગ્રેસ નેતૃત્વ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
તેમણે તાજેતરમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ અધિકારીઓને મળ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમણે પાર્ટીમાં તેમના ભવિષ્યની સંભાવનાઓ વિશે ચર્ચા કરી હતી. જોકે, આવી વાતોમાંથી કંઈ મોટું પરિણામ આવ્યું નહીં.
https://twitter.com/ANI/status/1918199538659053594
આ વર્ષે માર્ચમાં, BJPએ રાજીવ ચંદ્રશેખરને તેના કેરળ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. ચંદ્રશેખરે ભારતની રસી દ્વારા રાજનીતિ અને રશિયા-યુક્રેન સંઘર્ષ પર સરકારની નીતિના વખાણ કરવા બદલ થરૂરની પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેરળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી એપ્રિલ 2026માં છે. કેરળમાં, BJP લાંબા સમયથી ચૂંટણીને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં BJPએ કેરળમાંથી એક બેઠક જીતી હતી. ત્રિશૂર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા પછી સુરેશ ગોપીને મોદી સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. કેરળમાં લાંબા સમયથી કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે સીધી સ્પર્ધા ચાલી રહી છે.

PM મોદીએ તિરુવનંતપુરમમાં 8900 કરોડના ખર્ચે 'વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ'નું ઉદ્ઘાટન કર્યું. કેરળના CM પિનરાઈ વિજયન પણ અહીં હાજર હતા. આ પ્રોજેક્ટ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APASEZ) દ્વારા જાહેર ખાનગી ભાગીદારી હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. તે મોટા માલવાહક જહાજોની અવરજવરને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હાલમાં, ભારતની 75 ટકા શિપિંગ પ્રવૃત્તિઓ વિદેશી બંદરો પર કરવામાં આવતી હતી. આનાથી વિદેશી હૂંડિયામણનું મોટું નુકસાન થતું હોય છે.
મોદી સરકારે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ બંદરોના માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ કર્યું છે. કનેક્ટિવિટીમાં સુધારો થયો છે. PM નરેન્દ્ર મોદીએ ગતિશક્તિ હેઠળ, જળમાર્ગો, રેલ્વે, હાઇવે અને હવાઈ માર્ગોની કનેક્ટિવિટી વધારી છે.