પૂર્વ કેન્દ્રીયમંત્રી કોંગ્રેસના દિગ્ગજ નેતાને ભાજપમા સામેલ થવાનો મળ્યો પ્રસ્તાવ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ શિંદેએ મોટો દાવો કર્યો છે કે તેમને અને તેમના ધારાસભ્ય દીકરી પરિણીતી શિંદેને ભાજપમાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું હતું. તેની સાથે જ તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પ્રત્યે નિષ્ઠાવાન છે અને પોતાની પાર્ટી નહીં છોડે. તેમણે મંગળવારે સોલાપુર જિલ્લાના અક્કલકોટ તાલુકામાં આયોજિત એક જનસભાને સંબોધિત કરી. જો કે, ભાજપનું કહેવું છે કે સુશીલ શિંદે અને તેમની દીકરીને પાર્ટીમાં સામેલ થવા માટેની કોઈ રજૂઆત કરવામાં આવી નથી.

સુશીલ શિંદેએ કહ્યું કે, પરિણીતી અને મને ભાજપ તરફથી રજૂઆત કરવામાં (પાર્ટી બદલવાના સંદર્ભમાં) સંભવ છે. મેં પોતાની આખી જિંદગી કોંગ્રેસમાં વિતાવી છે અને એ કેવી રીતે સંભવ છે કે કોઈ બીજાના ઘરમાં જાઉ. હું ક્યારેય પાર્ટી બદલવામાં પડ્યો નથી. કાર્યક્રમ બાદ જ્યારે સંવાદદાતાઓએ સુશીલ શિંદેને પૂછ્યું કે તેમને કોણે ભાજપમાં સામેલ થવાની રજૂઆત કરી તો તેમને તેમનું નામ કહેવાની ના પડતા કહ્યું કે, જે વ્યક્તિએ રજૂઆત કરી છે તે એક મોટા વ્યક્તિ છે.

સુશીલ શિંદેએ કહ્યું કે, મેં કહ્યું હું નિષ્ઠાવાન કોંગ્રેસી છું અને કોંગ્રેસને છોડીને નહીં આવું. શિંદેના દાવાનું ખંડન કરતા ભાજપની મહારાષ્ટ્ર એકાઈના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, સુશીલ શિંદે અને તેમની દીકરીને ભાજપમાં સામેલ થવાની કોઈ રજૂઆત કરવામાં આવી નથી. આ દરમિયાન રાજ્ય સરકારમાં મંત્રી અને ભાજપ નેતા ચંદ્રકાંત પાટીલે સોલાપુર શહેરમાં શિંદેના આવાસ પર જઈને તેમની મુલાકાત કરી. પાટીલ સોલાપુરના પ્રભારી મંત્રી પણ છે.

જાણકારોએ જણાવ્યું કે, પાટીલની શિંદે સાથે મુલાકાત આગામી સાહિત્ય સંમેલન માટે નિમંત્રણ આપવા માટે હતી. સુશીલ કુમાર શિંદે વર્ષ 2003 થી 2004 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. કેન્દ્રમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન શાસન દરમિયાન તેઓ ઉર્જા અને ગૃહ મંત્રી હતા. તેમના પુત્રી પરિણીતી ત્રીજી વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય બન્યા છે. તેઓ સોલાપુર મધ્ય સીટથી ધારાસભ્ય છે.

About The Author

Related Posts

Top News

શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

ભારતના સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ની અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ફાયનાન્શીલ પ્લાનર અને સેબી...
Business 
શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.