દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યા પછી બંને વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. ગઈકાલે પોલીસ સ્ટેશનમાં સ્વીટી બોરાનો તેના પતિ અને ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દીપક હુડા સાથે મારપીટનો વીડિયો વાયરલ થયા પછી આજે સ્વીટી બોરાએ તેના પતિ દીપક હુડા પર ગંભીર આરોપો લગાવ્યા છે. સ્વીટીએ કહ્યું છે કે, દીપક હુડ્ડા છોકરાઓમાં રસ ધરાવે છે. તેણે કહ્યું, 'મને આ બધી વાતો પછી ખબર પડી.'

Deepka Hooda
lalluram.com

સ્વીટી લાઈવ આવી અને કહ્યું કે, જો તે આટલી ખરાબ છે તો તેનો પતિ તેને છૂટાછેડા કેમ નથી આપતો. સ્વીટીએ કહ્યું, 'હું ફક્ત તેની પાસેથી છૂટાછેડા માંગી રહી છું. જો કોઈ વ્યક્તિ આટલો ખરાબ છે તો કોઈ તેની સાથે કેમ રહેવા માંગશે?' સ્વીટીએ કહ્યું કે, કોઈ વ્યક્તિ ફક્ત ત્યારે જ સાથે રહેવા માંગે છે જો તે સારો હોય. મેં કોઈ મિલકત કે પૈસા માંગ્યા નથી. ત્યાં સુધી કે, તેણે મારા જે પૈસા ખાઈ લીધા છે, તે પણ હું નથી માંગતી. મેં તેને ફક્ત એટલું જ કહ્યું કે મને છૂટાછેડા આપી દે; મને બીજું કંઈ જોઈતું નથી.'

Deepka Hooda
lalluram.com

મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ દીપક હુડ્ડા સાથે મારપીટ થઈ રહી હોવાના વીડિયો અંગે સ્પષ્ટતા આપતા સ્વીટીએ કહ્યું કે, વીડિયોની શરૂઆત અને અંતનો ભાગ ગાયબ છે. તે ભાગમાં દીપક તેને ગંદી ગાળો આપી રહ્યો હતો. મને જાણી જોઈને ખરાબ રીતે રજૂ કરવામાં આવી રહી છે, હકીકત એ છે કે, દીપક હુડ્ડા જ મને માર મારતો હતો. પોલીસ સ્ટેશનનો વીડિયો જાહેર થયા પછી સ્વીટી બોરાએ કહ્યું કે, તે દર્શાવે છે કે હિસારના SP આ કેસમાં દીપક સાથે મળી ગયા છે. બંનેને ફાંસીની સજા થવી જોઈએ. પોલીસ સ્ટેશનમાં જે કંઈ બન્યું તેનો આખો વીડિયો જાહેર થવો જોઈએ, પરંતુ હિસાર SPએ પોલીસ સ્ટેશનના વીડિયોને વિકૃત રીતે રજૂ કર્યો છે.

Deepka Hooda
indiaexpose.com

સ્વીટી કહે છે કે તે વીડિયોમાં ઘટના બની તે પહેલા અને તે દરમિયાન થયેલી વાતચીત બતાવવામાં આવી નથી. તેણે જણાવ્યું કે દીપકે FIRમાં તેના પિતા અને મામાના નામ પણ લખાવ્યા છે, જ્યારે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે તેના પિતા અને મામા દીપક પાસે ગયા પણ ન હતા. સ્વીટીએ કહ્યું કે, દીપકે ખોટો મેડિકલ રિપોર્ટ કરાવ્યો અને FIRમાં તેના મામા અને પિતાના નામ લખાવ્યા.

Deepka Hooda
lalluram.com

સ્વીટી અને દીપકના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. સ્વીટીએ તેના પતિ દીપક વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. તેણે કહ્યું કે લગ્નમાં 1 કરોડ રૂપિયા અને ફોર્ચ્યુનર કાર આપવા છતાં, ઓછા દહેજ માટે તેને ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે, દીપકે સ્વીટી અને તેના પરિવાર પર તેની મિલકત હડપ કરવાનો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. દીપકે કહ્યું કે, સ્વીટી જ્યારે તે સૂતો હતો ત્યારે તેનું માથું તોડી નાખ્યું હતું અને તેના પર ચાકુથી હુમલો કર્યો. બંનેની ફરિયાદ પર હિસાર અને રોહતકમાં ક્રોસ કેસ નોંધવામાં આવ્યા છે.

Related Posts

Top News

દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

દર મહિને 427 કરોડ રૂપિયાની કમાણી કરતો અને દુનિયાનો નંબર વન યુટ્યુબર ગણાતો મિસ્ટર બિસ્ટ મંદિરના એક વીડિયોમાં ફસાયો છે....
World 
દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

Zomatoવાળા તો જબરા છે, પાછું ખાવાનું મંગાવવું મોંઘુ કરી દીધું, હવે આના માટે પણ આપો પૈસા

અંગ્રેજીમાં એક શબ્દ છે: inevitable. મતલબ કે, આ થવાનું જ હતું. આ તો પહેલેથી જ નક્કી હતું. ભારતના ઈ-કોમર્સ, ઓટીટી...
National 
Zomatoવાળા તો જબરા છે, પાછું ખાવાનું મંગાવવું મોંઘુ કરી દીધું, હવે આના માટે પણ આપો પૈસા

ભારતીય શેરબજાર ઓવરપ્રાઈઝ્ડ, દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ફેબરે કહ્યું- 1 વર્ષમાં...

વિશ્વભરના બજારોમાં ભારે ઉથલપાથલ વચ્ચે, ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ અને 'ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટ'ના એડિટર માર્ક ફેબર માને છે...
Business 
ભારતીય શેરબજાર ઓવરપ્રાઈઝ્ડ, દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ફેબરે કહ્યું- 1 વર્ષમાં...

મુંબઇમાં પાર્કિંગ માટે જે નિર્ણય લેવાયો તેની ગુજરાતમાં પણ જરૂર છે

મહારાષ્ટ્ર સરકારે કાર ખરીદનારાઓ માટે મોટો  નિર્ણય લીધો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાઇકે જાહેરાત કરી કે, હવેથી કોઇ...
National 
મુંબઇમાં પાર્કિંગ માટે જે નિર્ણય લેવાયો તેની ગુજરાતમાં પણ જરૂર છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.