- National
- કેસરી iPhone 17 પર દીવાનો થયો દિલ્હીનો છોકરો, બોલ્યો- ‘મુસ્લિમ છું, પરંતુ આ રંગ...
કેસરી iPhone 17 પર દીવાનો થયો દિલ્હીનો છોકરો, બોલ્યો- ‘મુસ્લિમ છું, પરંતુ આ રંગ...
દિલ્હીના સંગમ વિહારના એક વ્યક્તિએ કંઈક એવું કર્યું છે કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી છે. એપલનો iPhone 17 તાજેતરમાં લોન્ચ થયો હતો અને તે પણ કેસરી રંગમાં. ઓહ સોરી, કોસ્મિક ઓરેન્જ વેરિયન્ટ! 19 સપ્ટેમ્બર 2025ના રોજ આ ફોન ભારતમાં આવતા જ દુકાનોની બહાર લાઇનો લાગી ગઈ હતી. આ દિલ્હીનો રહેવાસી ભાઈ આ ચમકતો ફોન લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભો રહ્યો. ફોન લીધા બાદ તેણે કહ્યું કે, તે મુસ્લિમ છે, પરંતુ તેને આ રંગ પસંદ છે.
સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા તેણે કહ્યું કે, ‘હું સવારથી લાઇનમાં ઉભો હતો અને હું આ iPhone રંગ ખરીદવા માટે ઉત્સાહિત હતો. ભારતમાં આ કેસરી ફોન ખૂબ જ લોકપ્રિય થશે. હું મુસ્લિમ છું, પરંતુ મને આ રંગ ખૂબ પસંદ છે...’ ફોનના બોક્સને ચુંબન કરતા એ શખ્સે વધુમાં જણાવ્યું કે તેની પાસે પહેલાથી જ iPhone 15 પ્રો મેક્સ છે. તેણે iPhone 16 ન ખરીદ્યો કારણ કે તેમાં વધુ અપડેટ્સ નહોતા. તેણે iPhone 17 ખરીદ્યો કારણ કે તેમાં વધુ અપગ્રેડ્સ મળ્યા છે.
https://twitter.com/PTI_News/status/1968878602931331363
એપલે તાજેતરમાં એક ઇવેન્ટમાં iPhone 17 સીરિઝ રજૂ કર્યો હતો. તેમાં iPhone 17 Pro, અલ્ટ્રા-થિન iPhone Air (વિશ્વનો સૌથી પાતળો iPhone), અપડેટેડ AirPods Pro 3 અને નવી Apple Watch સીરિઝનો સમાવેશ થાય છે. કોસ્મિક ઓરેન્જને ટેક જગતના સૌથી આકર્ષક રંગોમાંથી એક તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. કંપનીના મતે આ રંગ કુદરતી ટેક્સચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે વપરાશકર્તાઓને પ્રીમિયમ ફીલ આપે છે. ભારતમાં આ વેરિયન્ટ 129,900 રુપિયથી શરૂ થઈને વધુ પ્રાઇઝ પોઈન્ટ સુધી ઉપલબ્ધ છે.
જો તમે iPhone લેવા માગતા હોવ તો, અમેરિકાથી મંગાવી લો. દુબઈથી લઈ આવો. ફરીને આવી જશો અને પૈસા બચાવશો. આ બધુ તમે સાંભળ્યું હશે, પરંતુ બેઝ મોડેલ માટે ગેમ બદલાઈ ગઈ છે. 256GB બેઝ મોડલની કિંમત 82,900 રૂપિયા છે. અત્યારે ઘણા બધા કાર્ડ્સ પર 5,000નું સીધું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, તો લગભગ તેની કિંમત 77,900 રૂપિયા થઈ ગઈ. અમેરિકામાં બેઝ મોડલની કિંમત 799 ડોલર છે, એ હિસાબે 70,536 રૂપિયા થાય છે. તેમાં ત્યાં સ્ટેટ કર લાગૂ પડશે. દુબઈમાં તે 81,496 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કાર્ડ પર એક્સચેન્જ રેટ અલગથી લાગશે. આનો અર્થ એ છે કે કિંમતમાં કોઈ તફાવત નહીં રહે. તેનાથી વિપરીત ભારતમાં ઓફરોનો વરસાદ થશે. રિટેલ આઉટલેટ્સ સરળતાથી 70,000-72,000 રૂપિયામાં ફોન મળી જશે.

