‘માથે સિંદુર નથી, મતલબ પ્લોટ ખાલી છે’ ધીરેન્દ્ર શાસ્ત્રીની વાતથી મહિલાઓ ભડકી

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહે છે, તેમાં પણ છેલ્લાં કેટલાંક મહિનાઓથી બાબાની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. હવે ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશ ઉપરાંત, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં પણ કથા વાંચવા પહોંચી ગયા હતા. હવે બાબાની ગ્રેટર નોઇડામાં કથા ચાલી રહી છે. આ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ નિવેદનથી મહિલાઓ ભડકી ગઇ છે.

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના એક નિવેદનને લઈને ટીકાકારોના નિશાના પર આવી ગયા છે. આજે બાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આમાં તેઓ પ્રવચન દરમિયાન કહે છે, જો કોઈ મહિલા પરિણીત હોય તો તેની બે ઓળખ હોય છે. માંગનું સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર.બાબાએ આગળ કહ્યું કે, ધારો કે કોઇ મહિલાના ગળામાં મંગળ સૂત્ર કે માંગમાં સિંદુર ન હોય તો આપણે લોકો શું સમજીએ છીએ કે, આ પ્લોટ હજી ખાલી છે.

આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોએ આક્રોશ વરસાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદનથી મહિલાઓ ભડકી ગઇ છે.

ઘણા લોકોએ બાબાના આ વીડિયો સાથે લખ્યું કે આવી વાતો કરનાર ન સંત હોય શકે કે ન કથાકાર.એક ન્યૂઝ ચેનલે તો ‘બાગેશ્વર બાબા કી ગંદી બાત’ શિર્ષકથી પ્રોગામ બનાવી દીધો છે.

સુજાતા નામની એક મહિલાએ ટ્વીટ કરીને લખ્યું કે, અમારે પણ જાણવું છે કે ક્યાં કયાં પ્લોટ ખાલી છે. તમે પણ મંગલસૂત્ર પહેરો અને માંગમાં સિંદુર ભરો. બાબા બનાવી દેવામાં આવ્યા છે. શરમ આવે છે કે, કયા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ.

આ વીડિયોમાં બાગેશ્વર બાબા આગળ કહે છે, અને માંગનું સિંદૂર ભરાઈ ગયું છે. ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો દૂરથી જોઈ શકીએ છીએ કે  આ રજિસ્ટ્રી થઈ ગઈ છે. જો કે, આ વીડિયોમાં જોવા મળે છે કે ઉપદેશ સાંભળી રહેલી ઘણી મહિલાઓ તાળીઓ પાડી રહી છે અને હસી રહી છે પરંતુ હિન્દુ મહિલાઓ સોશિયલ મીડિયા પર આનો વિરોધ કરી રહી છે.

વીડિયોના એક હિસ્સામાં બાગેશ્વર બાબા કહી રહ્યા છે કે, ડોગના બે પ્રકાર હોય છે, એક પાલતું અને બીજો ફાલતું. પાલતું પ્રાણીના ગળામાં પટ્ટો હોય છે, એ જ રીતે જો ભગવાન રામના પાલતું થઇ જાય, તેમના ગળામાં માળા-કંઠી હોય છે.

મીનુ તિવારી, કુશાગ્ર સૈની,રિમી શર્મા, અર્ચના પટેલ જેવી અનેક મહિલાઓએ કહ્યુ કે, વીડિયોમાં જે મહિલાઓ દેખાઇ રહી છે તે ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર તાળી વગાડી રહી છે. આ મહિલાઓ પોતાની જ બેઇજ્જતી કરી રહી છે. રિમી નામની મહિલાએ લખ્યું કે બાબાના નિવેદન પર મહિલાઓ તાળી વગાડી રહી છે, ભાગ્યહીન નહી, વિચારહીન છે.

ખાલિદ હુસેન નામના એક યૂઝરે લખ્યું કે બાગેશ્વર બાબાના હાલ હવે મનોજ મુંતાશિર જેવા થવાના છે.

ગ્રેટર નોઇડામાં ચાલી રહેલી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ભારે ભીડ ઉમટી પડી હતી. કેટલાંક લોકોની તબિયત ખરાબ થઇ હતી તો અનેક મહિલાઓ અને બાળકો બેહોશ થઇ ગયા હતા.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.