- National
- કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેમણે 'ઓપરેશન સિંદૂર' વિશે આપી તમામ માહિત...
કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેમણે 'ઓપરેશન સિંદૂર' વિશે આપી તમામ માહિતી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તે હુમલા પછી, ભારતના લોકોમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ગુસ્સો હતો અને દરેક વ્યક્તિ બદલાની ભાવના સાથે ફરતો હતો. આ ઘટનાના 15 દિવસ પછી ભારતે આ બદલો લીધો છે, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે (6 મેની મોડી રાત્રે) પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 થી વધુ આતંકવાદીની જગ્યાઓને નિશાન બનાવ્યા છે અને પાકિસ્તાનને કડકાઈથી જવાબ આપ્યો છે.
હુમલા પછી તરત જ, પાકિસ્તાને રડવાનું ચાલુ કર્યું અને દુનિયાને પોતાનું બનાવટી દુઃખ કહેવા લાગ્યું. પરંતુ ભારતીય સેના અને વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના દરેક જુઠ્ઠાણાને ખુલ્લા પાડી દીધા.
બુધવારે ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' અંગે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં, ત્રણ મુખ્ય લોકોએ આવીને સંપૂર્ણ માહિતી આપી. તેમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને તેમની સાથે બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર હતા. પ્રથમ કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેના પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી.

આ બે મહિલા અધિકારીઓની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે, અને દરેક ભારતીય તેમની પ્રશંસા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે, આ બે મહિલા અધિકારીઓ કોણ છે અને ભારતીય સેના અને ભારત સરકારે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ માટે તેમને શા માટે પસંદ કર્યા. ચાલો જાણીએ આ બંનેની વાર્તા.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ: 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન પામેલા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને વર્તમાન સમયના શ્રેષ્ઠ વિંગ કમાન્ડરોમાંના એક ગણવામાં આવે છે. જેમને લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો ઉત્તમ અનુભવ છે અને ચિત્તા, ચેતક જેવા લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં પણ કુશળતા ધરાવે છે. વાયુસેનામાં જોડાયાના 13 વર્ષ પછી વ્યોમિકા સિંહને વિંગ કમાન્ડરનું પદ મળ્યું અને 18 ડિસેમ્બર 2017ના રોજ તેઓ વિંગ કમાન્ડર બન્યા.
https://twitter.com/aajtak/status/1919991927535260144
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પાસે હાલમાં હજારો કલાક ઉડાનનો અનુભવ છે, જે તેમને સૌથી સક્ષમ બનાવે છે. પોતાની વાર્તા શેર કરતી વખતે, વ્યોમિકા સિંહે જણાવ્યું કે જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી, ત્યારે તેણે વિચાર્યું હતું કે તે વાયુસેનાનો ભાગ બનશે, કારણ કે તેની પાછળ એક વાર્તા છે અને તે તેના નામ સાથે જોડાયેલી છે. વ્યોમિકા સિંહે જણાવ્યું કે અમારા વર્ગમાં નામ પર ચર્ચા ચાલી રહી હતી. જ્યારે મેં મારું નામ કહ્યું, ત્યારે તેનો અર્થ એ થયો કે જે આકાશને પોતાની મુઠ્ઠીમાં રાખનાર છે. પછી મેં વિચાર્યું કે હવે આકાશ મારું થઈ જશે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના જણાવ્યા મુજબ, જ્યારે તેને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે ખૂબ ઓછી મહિલાઓ વાયુસેનામાં જોડાતી હતી, જ્યારે મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે હું UPSC દ્વારા વાયુસેનામાં પ્રવેશી અને પછી હેલિકોપ્ટર પાઇલટ બની. વ્યોમિકા સિંહે કહ્યું કે હેલિકોપ્ટર પાઇલટ હોવાને કારણે તમારે ઘણા મુશ્કેલ અને કઠિન નિર્ણયો લેવા પડે છે, અને આ નિર્ણયોએ મને વધુ મજબૂત બનાવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ માત્ર ફાઇટર હેલિકોપ્ટર ઉડાડવામાં સક્ષમ નથી, પરંતુ તે વાયુસેનાની મહિલા પાંખનો પણ ભાગ રહી છે, જેણે વર્ષ 2021માં માઉન્ટ મણિરંગ પર ચઢાણ કર્યું હતું અને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

કર્નલ સોફિયા કુરેશી: પ્રેસ કોન્ફરન્સમાં હિન્દીમાં સંપૂર્ણ માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ વિશેની દરેક માહિતી દુનિયા સમક્ષ રજૂ કરી. સોફિયા કુરેશી કોર્પ્સ ઓફ સિગ્નલ્સ સાથે જોડાયેલી અધિકારી છે. 35 વર્ષીય સોફિયા કુરેશી હાલમાં પહેલી મહિલા અધિકારી છે, જેમણે બહુ-દેશીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની આખી ટુકડીનું નેતૃત્વ કર્યું છે.
વર્ષ 2016માં, તે એક્સરસાઇઝ ફોર્સ 18 મિલિટરી ડ્રીલનો ભાગ બની અને તેનું નેતૃત્વ પણ કર્યું. ફક્ત એટલું જ નહીં, ગુજરાતની સોફિયા કુરેશી એક લશ્કરી પરિવારમાંથી આવે છે અને બાયોકેમિસ્ટ્રીમાં ડિગ્રી પણ ધરાવે છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
https://twitter.com/SpokespersonMoD/status/1236570009691799552
જેમ તમે જાણો છો, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો. આમાં 26 નાગરિકો માર્યા ગયા હતા, તે બધા સામાન્ય પ્રવાસીઓ હતા જે પહેલગામ ફરવા ગયા હતા. મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા પછી, આ પહેલો એવો આતંકવાદી હુમલો હતો જેમાં આટલી મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા હતા. આ ઘટનાના 15 દિવસ પછી ભારતે બદલો લીધો. 6 મેની મોડી રાત્રે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. ભારતે આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.
Related Posts
Top News
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...
Opinion
