- National
- લો બોલો...BJP સાંસદના કાર્યક્રમમાં મંદિરમાં લંચ પેકેટ સાથે શરાબની વહેંચણી
લો બોલો...BJP સાંસદના કાર્યક્રમમાં મંદિરમાં લંચ પેકેટ સાથે શરાબની વહેંચણી

ઉત્તરપ્રદેશના હરદોઈમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નેતા નરેશ અગ્રવાલના ધારાસભ્ય દીકરા નિતિન અગ્રવાલની પરિષદમાં દારૂની બોટલનું વિતરણ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. લંચ પેકેટમાં દારૂની બોટલ વહેંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ બીજેપી સાંસદ અંશુલ વર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજેપી અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેને ફરિયાદ લખી હતી. રવિવારના રોજ શહેરના પ્રાચીન શ્રવણ દેવી મંદિરના પરિસરમાં પાસી સમાજની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનું આયોજન હરદોઈ સદરના ધારાસભ્ય નીતિન અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય નરેશ અગ્રવાલ પણ આ હાજર રહ્યા હતા. એવો આરોપ છે કે સંમેલનમાં લોકો વચ્ચે વહેંચવામાં આવેલ લંચના પેકેટમાં પૂરી સાથે શરાબની બોટલ પણ હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.
આ વાતથી ગુસ્સે થયેલા સ્થાનિક સાંસદ અંશુલ વર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજેપી રાજ્ય પ્રમુખ મહેન્દ્ર નાથ પાંડેને ફરિયાદ લખી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે, '6 જાન્યુઆરી, 2019ના રોજ મારા સંસદીય ક્ષેત્ર (લોકસભા) હરદોઈના પ્રાચીન ધાર્મિક સ્થળ શ્રવણ દેવી મંદિરમાં બીજેપી નેતા નરેશ અગ્રવાલ દ્વારા આયોજિત પાસી સંમેલન દરમિયાન ઉપસ્થિત લોકોને કિશોર બાળકો વચ્ચે લંચ પેકેટમાં શરાબની બોટલનું વિચરણ કર્યું છે. આ ખૂપ જ દુઃખની વાત છે કે જે સંસ્કૃતિની અમારી પાર્ટી આણ આપતી હતી. અમારા નવા આવેલા સભ્ય નરેશ અગ્રવાલ એ સંસ્કૃતિ ભૂલી ગયા છે.'
આગળ વધતા તેમણે ફરિયાદમાં લખ્યું, 'નરેશ અગ્રવાલએ અમારા પવિત્ર સમાજનો ઉપહાસ કર્યો છે અને જિલ્લાના પ્રખ્યાત શક્તિીપીઠમાં દારૂ વિતરણ જેવા ખરાબ કામ કર્યા છે. જો આ પ્રકારની પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓને પક્ષ દ્વારા ગંભીરતાથી લેવામાં નહીં આવે તો પછી આપણા સમાજના હિત માટે રસ્તા પર ઉતરવું પડશે તો એ પણ કરીશું પરંતુ તેમના સમ્માન સાથે સમાધાન કરવામાં આવશે નહીં. જો આ કેસ વહીવટી અધિકારીઓની બેદરકારી સાબિત કરે છે, તો પક્ષ તેમને તેમની વિરુદ્ધ સખત વિભાગીય પગલાં લે તેવી વિનંતી છે.'
આ મામલા પર સમાજવાદી પાર્ટી (એસપી) એમએલસી રાજપાલ કશ્યપે જણાવ્યું હતું કે, 'ભાજપ પાસે સીબીઆઈ, દારૂ, પૈસા અને પોલીસ છે. જનતા ભાજપ સાથે નથી અને એટલે ભાજપ હવે આવું જ કરશે.' પિતા નરેશ અગ્રવાલને ભાજપમાં જોડાયા બાદ નિતિન અગ્રવાલ પણ ભાજપના કેમ્પમાં જોવા મળ્યા છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન નિતિને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. જો કે, તેઓ હજુ પણ સમાજવાદી પક્ષના જ ધારાસભ્ય છે.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
