ટુ-વ્હીલર ખરીદવા પર હવે બાઇકચાલકને મળશે 2 ISI પ્રમાણિત હેલમેટ, ગડકરીની જાહેરાત

ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે, જે મુજબ હવે નવી ટુવ્હીલર ખરીદવા પર ગ્રાહકને 2 નવા ISI પ્રમાણિત હેલમેટ ફ્રી આપવામાં આવશે. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે તમામ ટુ-વ્હીલર્સને બે ISI પ્રમાણિત હેલમેટ સાથે આપવા જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને ટુ-વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા અત્યંત ચિંતાજનક છે. દર વર્ષે 4.80 લાખથી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને 1.88 લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે. આમાંથી 66 ટકા મૃતકો 18થી 45 વર્ષની વયના છે. દર વર્ષે 69,000 થી વધુ લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને ટુ-વ્હીલર અકસ્માતોમાં. જેમાંથી 50 ટકા મૃત્યુ હેલમેટ ન પહેરવાને કારણે થાય છે.

1643451822helmet_madhya_pradesh3

ટુ-વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (THMA) લાંબા સમયથી ફરજિયાત ISI પ્રમાણિત હેલમેટની માંગ કરી રહ્યું છે. THMA એ ગડકરીના આ સક્રિય નેતૃત્વની પ્રશંસા કરી છે. THMA ના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે, "આ ફક્ત એક નિયમ નથી પણ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હેલમેટ જીવન બચાવે છે, અને દરેક બાઇક ખરીદી સાથે તેને ફરજિયાત બનાવવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે, આ પગલું આશાનું કિરણ છે કે આવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાય છે." ઉદ્યોગે ભાર મૂક્યો કે ટુ-વ્હીલર ચલાવવું હવે જોખમી ન હોવું જોઈએ. જો બાઇકસવાર અને પાછળ બેઠેલા બંને પાસે ISI પ્રમાણિત હેલમેટ હોય, તો મુસાફરી સલામત અને જવાબદાર બનશે.

1576666130helmet

હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ખાતરી આપી હતી કે તેઓ ગુણવત્તાયુક્ત ISI હેલમેટનું ઉત્પાદન વધારશે અને દેશભરમાં તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. ગડકરીની પહેલને માર્ગ સલામતીમાં એક સીમાચિહ્નરૂપ ગણાવતા તેમણે કહ્યું કે આ પગલું ભારતમાં સલામત અને સમજદાર ટુ-વ્હીલર મુસાફરીના નવા યુગની શરૂઆત કરશે. કારણ કે દરેક હેલમેટ પાછળ એક અમૂલ્ય જીવન છુપાયેલું છે.

About The Author

Top News

દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

(ઉત્કર્ષ પટેલ) દીકરી એટલે પિતાના જીવની ધબકાર. જ્યારે ઘરમાં નાનકડી દીકરીનો જન્મ થાય છે ત્યારે પિતાના હૃદયમાં એક નવો જ...
Lifestyle 
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય...
Sports 
પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી...
World 
ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

ભારતમાં આર્થિક ગુનાઓના આરોપમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલો ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ...
Business 
ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.