- Business
- ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી
ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી
ભારતમાં આર્થિક ગુનાઓના આરોપમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલો ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ કાયદાકીય સુનાવણી નહીં, પરંતુ લંડનમાં તેના માટે આયોજિત એક હાઇ-પ્રોફાઇલ અને ગ્લેમરસ પાર્ટી છે. આ ખાસ પ્રી-બર્થ-ડે સેલિબ્રેશનની મેજબાની IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ પોતાના બેલગ્રેવ સ્ક્વેર સ્થિત આલિશાન ઘર પર કરી હતી, જેની તસવીરો અને અને ઇનવિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ પાર્ટી વિજય માલ્યાના 70મા જન્મદિવસ અગાઉ રાખવામાં આવી હતી, જેને કિંગ ઓફ ગુડ ટાઈમ્સ થીમથી શણગારવામાં આવી હતી. પાર્ટીના ઇનવિટેશન કાર્ડ પર માલ્યાની કાર્ટૂન સ્ટાઇલની તસવીર સાથે લખ્યું હતું, ‘રીમા (બૌરી) અને લલિત તમને પોતાના પ્રિય મિત્ર વિજય માલ્યાના સન્માનમાં એક ગ્લેમરસ સાંજ માટે આમંત્રિત કરીએ છીએ.’ આ વાક્યએ સોશિયલ મીડિયા પર કટાક્ષ અને બહેસ બંનેને વેગ આપ્યો છે.
https://twitter.com/LalitKModi/status/2001299708040430038?s=20
આ ભવ્ય આયોજનમાં માત્ર લલિત મોદી અને વિજય માલ્યા જ નહીં, પરંતુ ઘણી અન્ય અગ્રણી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. પાર્ટીમાં પ્રખ્યાત હોલિવુડ અભિનેતા ઇદરીસ એલ્બા, જાણીતા ફેશન ડિઝાઇનર મનોવિરાજ ખોસલા અને બાયોકોનના સંસ્થાપક કિરણ મઝુમદાર-શૉ પણ જોવા મળ્યા હતા. તસવીરોમાં કિરણ મઝુમદાર-શૉ એક સમયે ઇદરીસ એલ્બા સાથે વાત કરતી અને ફેશન ડિઝાઇનર મનોવિરાજ ખોસલા સાથે પોઝ આપતી જોવા મળી હતી.
https://www.instagram.com/p/DSXb31OiOFK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
પાર્ટીમાં સામેલ ફોટોગ્રાફર જિમ રિડેલે X (અગાઉ ટ્વીટર) પર ઉજવણીની તસવીર શેર કરી છે, જેમાં લલિત મોદી અને વિજય માલ્યા એકસાથે જોવા મળે છે. રીડેલે લખ્યું હતું કે તેણે વિજય માલ્યાના સન્માનમાં તેના સુંદર લંડન સ્થિત ઘરે ભવ્ય પાર્ટી આપવા માટે લલિત મોદીનો આભાર માન્યો. લલિત મોદીએ પોતે પોસ્ટને રીટ્વીટ કરતા પાર્ટીની પુષ્ટિ કરી હતી અને મહેમાનોનો આભાર માન્યો હતો.
નોંધનીય છે કે લલિત મોદી અગાઉ પણ તેના ભવ્ય કાર્યક્રમો માટે ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં જ તેણે લંડનના મેડોક્સ ક્લબમાં તેનો 63મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો, જેમાં વિજય માલ્યા અને ઘણા નજીકના મિત્રો સામેલ થયા હતા.

