પ્રસિદ્ધિ મારું લક્ષ્ય નથી, જાહેર આરોગ્ય સૌથી મહત્ત્વપૂર્ણ: તુકારામ મુંઢેએ જણાવ્યો ભવિષ્યનો પ્લાન

રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાનના કારણે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે હાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમના માટે અંગત લોકપ્રિયતા કોઈ માઈને નથી રાખતી, પરંતુ સામાન્ય જનતાનું સ્વાસ્થ્ય જ સૌથી વધુ મહત્વનું છે.

04

સમગ્ર રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે લેવાયેલા મોટા પાયાના પગલાં બાદ તુકારામ મુંઢે સોશિયલ મીડિયા અને જનતા વચ્ચે સેલિબ્રિટી બની ગયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ વધી રહેલી લોકપ્રિયતા તેમના કામમાં ધ્યાન ભંગ કરે છે? ત્યારે આનો જવાબ આપતા મુંઢેએ જણાવ્યું હતું કે, આ કોઈ ધ્યાન ભંગ કરનારી બાબત નથી. લોકપ્રિયતા મેળવવી ક્યારેય મારો લક્ષ્ય રહ્યો જ નથી. મારા માટે જાહેર આરોગ્ય જેવા મુદ્દાઓ સૌથી વધુ અગત્યના છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ બધું તુકારામ મુંઢે નામના વ્યક્તિ વિશે નથી, પરંતુ ભારત અને દેશના જનસ્વાસ્થ્યને વધુ બહેતર બનાવવાના લક્ષ્યાંક વિશે છે.

પોતાના પર આવતા રાજકીય કે વહીવટી દબાણ અંગે વાત કરતા તુકારામ મુંઢેએ જણાવ્યું કે, હું છેલ્લા બે દાયકાની મારી સરકારી સેવામાં આ જ કરતો આવ્યો છું. જો આપણું માનવ સંસાધન સ્વસ્થ નહીં હોય, તો આપણે મહાસત્તા બની શકીએ નહીં. દેશના નાગરિકોએ પોતે જનસ્વાસ્થ્યને સૌથી પ્રાથમિક અને મહત્વનો મુદ્દો બનાવવો પડશે.

07

તુકારામ મુંઢેએ મે 2026માં FDA કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. પોતાના કાર્યકાળના આંકડા આપતા તેમણે જણાવ્યું કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે 12,083 ખાદ્ય અને ઔષધ પ્રતિષ્ઠાનો સામે આકરાં પગલાં લીધાં છે. તેમાંથી 5,269 સંસ્થાઓને સુધારા માટેની નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે નિયમોનું પાલન ન કરનારી 603 સંસ્થાઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ સપાટાબંધ કાર્યવાહી દરમિયાન મુંઢેએ Swiggy અને Zomato જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સની જવાબદારી અંગે પણ ખુલ્લેઆમ પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું, કાયદા અનુસાર આ કંપનીઓ પણ 'ફૂડ બિઝનેસ ઓપરેટર'ની વ્યાખ્યામાં આવે છે, પરંતુ તેઓ પોતાની જાતને એવી માનતી નથી. તેમની પાસે પોતાના ગોડાઉન  છે અને અમે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત, પ્રતિબંધિત પાન મસાલાની સરોગેટ જાહેરાતો (ઈલાયચીના નામે અપ્રત્યક્ષ જાહેરાત) કરવાના મામલે બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને પાઠવવામાં આવેલી નોટિસ અંગે તેમણે માહિતી આપી હતી. મુંઢેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ત્રણમાંથી બે એક્ટર્સના જવાબ FDAને મળી ચૂક્યા છે અને નોટિસનો જવાબ આપવા માટે આપવામાં આવેલા 30 દિવસના સમયગાળામાંથી હજુ પણ થોડા દિવસો બાકી છે.

About The Author

Related Posts

Top News

‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવત હાલમાં બ્રિટનના પ્રવાસે છે. રવિવારે  તેમણે લંડનમાં 'સેલિબ્રેશન વનનેસ' કાર્યક્રમમાં હાજરી આપી હતી, ...
World 
‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

(ઉત્કર્ષ પટેલ) કુદરતે આપણને અનેક વસ્તુઓ પાસેથી જીવન જીવવાની કળા શીખવાડી છે. તેમાં સૌથી અદ્ભુત ઉદાહરણ છે કમળનું....
Lifestyle 
કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

અમેરિકા અને ભારત બે અલગ અલગ દુનિયા છે. ભારતમાં જે કામનું ખુબ ઓછું વેતન મળે છે, તે જ કામ...
World 
અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

ઝડપથી વધી રહ્યો છે 'લિવ-ઇન' ટ્રેન્ડ, પ્યૂ રિસર્ચમાં 75% લોકોએ સ્વીકાર્યું આવા સંબંધો બનાવી ચૂક્યા છે

તમે કદાચ ટીવી જાહેરાત જોઈ હશે જેમાં કહેવામાં આવે છે કે, ‘પહેલા ઇસ્તમાલ કરો, ફિર વિશ્વાસ કરો....
World 
ઝડપથી વધી રહ્યો છે 'લિવ-ઇન' ટ્રેન્ડ, પ્યૂ રિસર્ચમાં 75% લોકોએ સ્વીકાર્યું આવા સંબંધો બનાવી ચૂક્યા છે

Opinion

પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં...
સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
Copyright (c) Khabarchhe All Rights Reserved.