5 વર્ષની બાળકીએ CMને કહ્યું- આંખો બંધ કરી દો, તમને કંઈ આપવું છે, જુઓ વીડિયો

શુક્રવારે સવારે ગોરખનાથ મંદિર સંકુલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિયમિત મોર્નિંગ વૉક દરમિયાન એક ખૂબ જ હૃદયસ્પર્શી અને માનવીય ક્ષણ જોવા મળી હતી. કાનપુરથી આવેલી 5 વર્ષની નાની બાળકી યશસ્વિનીએ મુખ્યમંત્રીને ભેટ તરીકે રમકડાનું બુલડોઝર આપીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. માસૂમ બાળકોને ભેટ અને ચોકલેટ આપીને તેમના ચહેરા પર સ્મિત લાવનારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આજે કાનપુરની 4 વર્ષીય યશસ્વિની સિંહની ભેટે હસવા મજબૂર કરી દીધા હતા. યશસ્વિનીએ મુખ્યમંત્રીને કહ્યું કે, હું તમારા માટે ભેટ લાવી છું; પહેલા આંખો બંધ કરો. ત્યારબાદ યશસ્વિનીએ મુખ્યમંત્રીના હાથમાં એક નાનું બુલડોઝર (રમકડું) આપ્યું. સરપ્રાઇઝ ગિફ્ટ જોઈને, મુખ્યમંત્રી પણ હંસી પડ્યા હતા.

Yogi-adityanath1
x.com/myogioffice

ગિફ્ટ જોઈને મુખ્યમંત્રી સહિત હાજર રહેલા દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે, ‘આ નાનકડી ભેટ મોટા વિશ્વાસનું પ્રતિક છે. તે વિશ્વાસની માસૂમ અભિવ્યક્તિ છે. આ પોસ્ટમાં, ગોરખનાથ મંદિર સંકુલમાં થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ બાળકીના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

આ આનંદદાયક મુલાકાત બાદ, જ્યારે પત્રકારોએ યશસ્વિનીને પૂછ્યું કે મુખ્યમંત્રીએ તેને શું આપ્યું છે, ત્યારે નાની છોકરીએ નિર્દોષતાથી જવાબ આપ્યો- ‘યોગી જીએ મને ચોકલેટ આપી. યશસ્વિનીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રમકડું સ્વીકાર્યા બાદ થોડી વાર હસતા તેને પાછું આપી દીધું. અને કહ્યું કે તે ખૂબ અભ્યાસ કરે અને રમતી રહે.

યશસ્વિનીએ મુખ્યમંત્રીને કહ્યું કે, તમને બુલડોઝર પ્રિય છે, એટલે હું તમને આ ભેટ આપી રહી છું. યશસ્વિની સિંહ કાનપુરની પ્રતાપ ઇન્ટરનેશનલ કૉલેજમાં નર્સરીની વિદ્યાર્થીની છે. તે પોતાના પિતા અભય સિંહ રાજાવત અને માતા પ્રિયદમ્ભ સિંહ સાથે ગોરક્ષપીઠાધીશ્વરના આશીર્વાદ લેવા માટે ગોરખપુર ગઈ હતી. મુખ્યમંત્રીને મળ્યા બાદ યશસ્વિની ખુશ દેખાઈ રહી હતી.

મુખ્યમંત્રી દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વયરલ થઇ રહ્યો છે. લોકો નાની છોકરીની સાદગી અને નિર્દોષતાની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે આ એક સહજ અને માનવીય ક્ષણના રૂપમાં જોવામાં આવી રહી છે.

Yogi-adityanath
x.com/myogioffice

ઉત્તર પ્રદેશમાં બુલડોઝર શબ્દ મોટાભાગે વહીવટી કાર્યવાહી સાથે જોડાઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ ઘટનામાં, તે જ બુલડોઝર એક માસૂમ બાળકીના રૂપમાં સામે આવ્યો. આ દૃશ્ય બતાવે છે કે સત્તા અને સામાન્ય લોકો વચ્ચે એવી ક્ષણો પણ હોય છે જે ફક્ત ઔપચારિકતાઓથી અલગ માનવીય સંવેદનશીલતાઓને ઉજાગર કરે છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.