બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બીએનપીના નેતા બેગમ ખાલિદા ઝિયાનું અવસાન

બાંગ્લાદેશના અગ્રણી રાજકીય પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. તેઓ 80 વર્ષના હતા અને લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા. બાંગ્લાદેશના રાજકારણમાં તેઓ એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ચહેરા તરીકે ઓળખાતા હતા.

Khaleda-Zia
gujaratsamachar.com

બેગમ ખાલિદા ઝિયાએ બે વખત બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમનો પહેલો કાર્યકાળ 1991 થી 1996 દરમિયાન રહ્યો હતો, જ્યારે બીજો કાર્યકાળ 2001 થી 2006 સુધી રહ્યો. તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા. તેમના પતિ ઝિયાઉર રહેમાન બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને લશ્કરી શાસક હતા. તેમણે જ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી. 1981માં ઝિયાઉર રહેમાનની હત્યા થયા બાદ ખાલિદા ઝિયાએ પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું હતું.

હવે બીએનપીનું નેતૃત્વ તેમના પુત્ર તારિક રહેમાન કરી રહ્યા છે. તારિક રહેમાન બીએનપીના કાર્યકારી અધ્યક્ષ છે અને લગભગ 17 વર્ષ દેશ બહાર રહ્યા બાદ તાજેતરમાં બાંગ્લાદેશ પરત ફર્યા છે.

Khaleda-Zia1
mid-day.com

ખાલિદા ઝિયાનું જન્મ 15 ઓગસ્ટ, 1945ના રોજ થયો હતો. તેમના રાજકીય જીવન દરમિયાન તેઓ બાંગ્લાદેશી રાજકારણમાં અત્યંત પ્રભાવશાળી રહ્યા, પરંતુ તેમનો કાર્યકાળ વિવાદોથી પણ ભરેલો રહ્યો. બાંગ્લાદેશના બીજા મહિલા વડા પ્રધાન શેખ હસીના તેમના કટ્ટર રાજકીય વિરોધી રહ્યા. શેખ હસીનાના લાંબા શાસન દરમિયાન ખાલિદા ઝિયા પર ભ્રષ્ટાચારના અનેક કેસ થયા હતા અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ લાંબા સમય સુધી નજરકેદ પણ રહ્યા હતા.

ગયા વર્ષે શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં રચાયેલી વચગાળાની સરકારે ખાલિદા ઝિયાને મુક્ત કર્યા હતા. જોકે, વધતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ફરી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી શક્યા ન હતા.

તેમનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ પણ અનેક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો હતો. તેમના પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેમના શાસન દરમિયાન કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન મળ્યું. ખાસ કરીને જમાત-એ-ઇસ્લામી જેવી કટ્ટરપંથી સંસ્થાનો બાંગ્લાદેશમાં પ્રભાવ વધ્યો હતો. જમાત-એ-ઇસ્લામી પર બાંગ્લાદેશની આઝાદી દરમિયાન પાકિસ્તાની સેના સાથે મળીને નરસંહાર, હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપો લાગેલા છે.

બીજી તરફ, ખાલિદા ઝિયાના પતિ ઝિયાઉર રહેમાન પાકિસ્તાની સેના સાથે જોડાયેલા અધિકારી હતા, પરંતુ બાંગ્લાદેશની મુક્તિ લડત દરમિયાન તેમણે પોતાના પાકિસ્તાની કમાન્ડરો સામે બળવો કર્યો હતો. શેખ મુજીબુર રહેમાનની જેમ તેઓ પણ બાંગ્લાદેશની આઝાદીના નાયક તરીકે ઓળખાય છે. જોકે, પછીથી તેમની સ્થાપિત પાર્ટી કટ્ટરપંથી વિચારધારાની નજીક પહોંચી હોવાનો આરોપ લાગતો રહ્યો.

ખાલિદા ઝિયાના કાર્યકાળ દરમિયાન ભારત સાથે પણ રાજદ્વારી સંબંધો રહ્યા. 1991 થી 1996ના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેઓ મે 1992માં યોજાયેલી સાર્ક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. બાદમાં 2006માં, તેમના બીજા કાર્યકાળ દરમિયાન, તેમણે દ્વિપક્ષીય મુલાકાત માટે ભારતની મુલાકાત લીધી હતી. તે સમય દરમિયાન ભારતમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહની સરકાર હતી.

બાંગ્લાદેશના રાજકારણમાં ખાલિદા ઝિયાનું અવસાન એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.