- National
- હનુમાનજીએ રાવણની લંકામાં વગાડ્યો કૂટનીતિનો ડંકો, જયશંકરે કોના માટે કહ્યું આવું
હનુમાનજીએ રાવણની લંકામાં વગાડ્યો કૂટનીતિનો ડંકો, જયશંકરે કોના માટે કહ્યું આવું

દિલ્હી યુનિવર્સિટી લિટરેચર ફેસ્ટિવલમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વિદેશ નીતિ અને કૂટનીતિને હનુમાનજી સાથે જોડીને સમજાવી. તેમણે કહ્યું કે, હનુમાનજીને જુઓ, ભગવાન શ્રી રામ તેમને દુશ્મન વિસ્તારમાં મોકલે છે. તેમણે ત્યાંની સ્થિતિ સમજવાની હોય છે. સૌથી મુશ્કેલ કામ માતા સીતાને મળવાનું અને તેમનું મનોબળ વધારવાનું છે. પરંતુ તેઓ રાવણના દરબારમાં પહોંચે છે, પોતાને સરેન્ડર કરે છે, અને ત્યાંની પોલિટિક્સને સમજે છે.
જયશંકરે કહ્યું કે, કૂટનીતિના મૂળ આજ છે. મિત્રોની સંખ્યા વધારવી, યોગ્ય લોકોને યોગ્ય જગ્યાએ મૂકવા અને અલગ-અલગ દેશોને એક જોઇન્ટ લક્ષ્ય માટે એકજૂથ કરવા. અમે ભારત માટે કરી આજ કરી રહ્યા છીએ. અમે પોતાના મિત્ર દેશોની સંખ્યા વધારી રહ્યા છીએ, એવા દેશોને જોડી રહ્યા છીએ જે કદાચ એક જ વિચારધારાના નથી, પરંતુ તેમને એકસાથે લાવીને એક મોટા લક્ષ્ય માટે કામ કરી રહ્યા છીએ.
જયશંકરે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો પર પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે બંને નેતા એક-બીજા પ્રત્યે સન્માન રાખે છે. જયશંકરે કહ્યું કે, ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં મળવા માટે બોલાવનારા શરૂઆતી નેતાઓમાંથી મોદીજી પણ હતા. હું વર્ષોથી આ કામ કરી રહ્યો છું, એટલે મારી પાસે તુલના કરવા માટે અનુભવ છે. મેં જોયું કે આ પ્રવાસ ઘણી બાબતે ખૂબ સફળ રહ્યો.
તેમણે કહ્યું કે, મોદી અને ટ્રમ્પ બંને રાષ્ટ્રવાદી નેતા છે અને આજ કારણે તેમની વચ્ચે વધુ સારો તાલમેળ દેખાય છે. મોદીજી ભારતને સમર્પિત છે અને ટ્રમ્પ અમેરિકા માટે. રાષ્ટ્રવાદી એક-બીજાના વિચારો સમજે છે અને તેમનો સન્માન પણ કરે છે. દુનિયાના ઘણા નેતાઓ સાથે ટ્રમ્પના સંબંધો વધારે સારા નથી રહ્યા, પરંતુ મોદી સાથે એવું નહોતું.