90 વર્ષના દાદીએ બધાને હરાવી ચૂંટણી જીતીને બનાવ્યો રેકોર્ડ

On

જમુઈમાં એક 90 વર્ષની મહિલા પંચાયતની પ્રમુખ બની ગઈ. પેટાચૂંટણીના પરિણામે સૌને ચોંકાવી દીધા હતા. ડાઢા પંચાયતમાં 90 વર્ષીય મહિલા પ્રમુખની ચૂંટણી જીતી. હકીકતમાં સુનીતા દેવીએ પુત્રવધૂના અવસાન પછી મુખિયા પદ માટે ચૂંટણી લડી હતી. અહીંના મતદારોએ પણ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

બિહારના જમુઈમાં અદ્ભુત ઘટના બની. 90 વર્ષની દાદીએ બધાને હરાવ્યા. ડાઢા ગામના લોકો ફટાકડા ફોડી રહ્યા છે. દાદી પ્રમુખની ચૂંટણી જીત્યા. હવે દાદી પ્રમુખ બની ગયા. જ્યારે દાદીએ ઉમેદવારી નોંધાવી ત્યારે પંચાયતના લોકોએ તેની મજાક ઉડાવી હતી. વિરોધી પાર્ટીએ તેને ભાવ પણ આપ્યો ન હતો. પણ દાદીએ બધાની બોલતી બંધ કરી દીધી. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં જઈને આ વૃદ્ધ મહિલાએ મત માંગ્યો ન હોય.

ચૂંટણી જીત્યા પછી વૃદ્ધ મહિલા સુનિતા દેવીએ મીડિયાને કહ્યું કે, તે માત્ર મજાકમાં જ જ્યારે તેના પુત્રએ તેને ચૂંટણી લડવા માટે કહ્યું ત્યારે તેણે હા પાડી દીધી. આ પછી, તે ઘરે-ઘરે જઈને લોકોને મળી, તેમની સાથે વાત કરી અને તેમને મત આપવા માટે કહ્યું. પરિણામ એ આવ્યું કે 90 વર્ષની સુનીતા દેવીએ તેમના નજીકના હરીફ યુવાન લલિતા દેવીને 140 મતોથી હરાવ્યા. જમુઈની સૌથી વૃદ્ધ મહિલા પ્રમુખ દાદી બની ગયા.

90 વર્ષની સુનીતા દેવીનો પરિવાર મોટો છે. તેમને ચાર પુત્રો છે. પૌત્રો પૌત્રીઓ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુનીતા દેવીના 10 પૌત્રો પૌત્રીઓ છે. માતાની ઈચ્છા પૂરી કરવા પુત્રોએ પણ પૂરો સાથ આપ્યો. ગામના લોકો દાદીમાના જુસ્સાને માન આપ્યું. સાથ એવો આપ્યો હતો કે તેમની છેલ્લી ઈચ્છા પૂરી થઈ. સુનીતા દેવીના પુત્ર વિજય યાદવે મીડિયાને જણાવ્યું કે, માતાની જીતથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.

હકીકતમાં, 90 વર્ષીય મહિલા સુનીતા દેવીએ જમુઈ જિલ્લાના બરહાટ બ્લોકની ડાઢા પંચાયતમાં પ્રમુખ પદ માટે નોમિનેશન ફોર્મ ભર્યું હતું. આ પહેલા તેમની પુત્રવધૂ પંચાયતના પ્રમુખ હતા. તેમના મૃત્યુ પછી પંચાયતમાં પેટાચૂંટણી યોજાઈ હતી. તેના પછી પુત્રવધૂની ગેરહાજરીમાં લોકોએ સાસુની ઉમેદવારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુનીતા દેવીને 1 હજાર 728 વોટ મળ્યા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી લલિતા દેવીને 1 હજાર 588 વોટ મળ્યા. જો કે, બેઠકો મહિલાઓ માટે અનામત હોવાથી કોઈપણ મહિલા ચૂંટણી લડી શકતી હતી. આથી પુત્રવધૂની ગેરહાજરી સાથે સાસુનું સપનું પૂરું થયું.

પ્રમુખ બનનાર સુનીતા દેવીએ જણાવ્યું કે, પુત્રવધૂના અવસાન પછી ગામવાસીઓ અને સમર્થકોના દબાણને કારણે તેમણે ચૂંટણી લડવી પડી, હવે તેઓ પ્રમુખ બની ગયા છે. પંચાયત અને ગામના વિકાસ માટે કામ કરશે. ચૂંટણી જીત્યા પછી, પ્રમાણપત્ર લઈને, માતા-પુત્ર ગામના દુર્ગા મંદિર પહોંચ્યા અને ત્યાં પ્રાર્થના કરી અને ત્યાંથી શોભાયાત્રા કાઢી, જ્યાં સમર્થકો DJની ધૂન પર નાચતા જોવા મળ્યા. અહીં તમને જણાવી દઈએ કે, સુનીતા દેવીના પુત્ર વિજય યાદવ પણ ત્રણ વખત આ પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.