- National
- એક ડિગ્રીથી બે જુડવા બહેનોએ 18 વર્ષ સરકારી શાળામાં કરી નોકરી, 1.6 કરોડ રૂપિયા પગાર લીધો
એક ડિગ્રીથી બે જુડવા બહેનોએ 18 વર્ષ સરકારી શાળામાં કરી નોકરી, 1.6 કરોડ રૂપિયા પગાર લીધો

મધ્યપ્રદેશમાં શિક્ષણ કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં દામોહમાં, જોડિયા બહેનોને એક જ નામ અને એક જ BA માર્કશીટનો ઉપયોગ કરીને અલગ અલગ સરકારી શાળાઓમાં શિક્ષકની નોકરી મેળવી હતી. હકીકતમાં ડિગ્રી તે બે માંથી કોઈ એકની જ હતી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બંનેએ 18 વર્ષ સુધી પગાર લીધો, બાળકોને ભણાવ્યા અને કોઈને તેની ખબર પણ ન થઇ. બંને બહેનોએ તેમના નકલી કાર્યકાળ દરમિયાન 80 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી હતી, જે બંનેનો કુલ મળીને 1.6 કરોડ રૂપિયા થાય છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે બંનેએ એક જ શાળામાં નોકરી માટે અરજી કરી, જેનાથી શિક્ષણ વિભાગને શંકા ગઈ. વિભાગે બે બહેનમાંથી એક બહેન- દીપેન્દ્ર સોનીની પત્ની રશ્મિને સસ્પેન્ડ કરી દીધી. બીજી બહેન, વિજય સોનીની પત્ની રશ્મિ ફરાર છે.
વિડંબના એ છે કે, તે બંનેએ નકલી દસ્તાવેજો બનાવ્યા અને વિદ્યાર્થીઓને મોરલ સાયન્સ શીખવી રહ્યા હતા. અહેવાલ મુજબ, દામોહ જિલ્લા શિક્ષણ અધિકારી S.K. નેમામે જણાવ્યું હતું કે, 'એક બહેને મૂળ માર્કશીટનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બીજી બહેને નકલી માર્કશીટ રજૂ કરી હતી. જ્યારે બંનેએ ચકાસણી માટે અલગ અલગ દસ્તાવેજો રજૂ કર્યા, ત્યારે સત્ય બહાર આવવા લાગ્યું.'
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોઈ એક જ ઘટના નથી. વિભાગીય તપાસમાં જાણવા મળ્યું છે કે, દામોહમાં 19 શિક્ષકોની ભરતી નકલી અથવા શંકાસ્પદ દસ્તાવેજોના આધારે કરવામાં આવી હતી. તેમ છતાં પણ, અત્યાર સુધીમાં ફક્ત ત્રણ ને જ બરતરફ કરવામાં આવ્યા છે. બાકીના 16 હજુ પણ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ 19 શિક્ષકોને છેલ્લા કેટલાક વર્ષોમાં સામૂહિક રીતે 22.93 કરોડ રૂપિયાથી વધુનો પગાર મળ્યો છે. બીજો એક ચોંકાવનારો કિસ્સો નીલમ તિવારી અને આશા મિશ્રાનો છે- જોડિયા બહેનો જે એક જ પરિવારના ભાઈઓ સાથે પરણી હતી, જેઓ નકલી D.એડ. પ્રમાણપત્રો સાથે મૈનવાર અને ગઢોલા ખાંડેની શાળાઓમાં કામ કરી રહી હતી.
ભોપાલ, જબલપુર અને ત્યાં સુધી કે હાઈકોર્ટમાં પણ ઘણી ફરિયાદો પહોંચી છે, જેણે 9 એપ્રિલ સુધીમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ મોટાભાગના આરોપીઓ પગાર લેતા ભણાવવાનું ચાલુ રાખે છે.
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
